Gujarati News

Gujarati News

News of Thursday, 21st February 2019

ખતરનાક ''ઝોમ્બી ડીયર'' રોગચાળો માનવમાં ફેલાવાની ભીતિ

અમેરિકાના ૨૦ રાજ્યોના હરણોમાં ''ઝોમ્બી ડીયર ડીસીઝ''નો પ્રસારઃ ૨૫૧ દેશોમાં પગ પેસારો

વોશિંગ્ટન તા.૨૧: ક્રોનિક વેસ્ટીંગ ડીસીઝ (સીડબલ્યુડી) જે ઝોમ્બી ડીયર ડીસીઝના ઉપનામથી પણ ઓળખાય છે, તેને આ નામ તેના લક્ષણોના કારણે મળેલું છે. હરણ અને વિવિધ પ્રકારના સાબરોમાં આના કારણે લથડીયા ખાવા, ઉદાસિનતા, લાળો પડવી અને ઝડપથી વજન ગુમાવવા જેવા લક્ષણો જોવા મળે છે. આ જીવલેણ રોગ જે પ્રાણીને થાય તેના શરીરને, કરોડને અને મગજને નબળુ પાડે છે અને તેની કોઇ સારવાર કે રસી અત્યાર સુધી જાણવા નથી મળી.

અત્યાર સુધી કોઇ માનવમાં આ રોગ નોંધાયો નથી, તેમજ સીડબલ્યુડીની અસર માનવને થઇ શકે તેવું પણ પુરવાર નથી થયંુ છતાં કેટલાક અભ્યાસો એવું સૂચવે છે કે તે શકય છે. સેન્ટર ઓફ ડીસીઝ કન્ટ્રોલ એન્ડ પ્રવેન્શનનું કહેવું છે કે જાન્યુઆરી ૨૦૧૯ સુધીમાં અમેરિકાના ૨૪ રાજ્યો સહિત ૨૫૧ દેશોમાં આ રોગ હરણ અને સાબરમાં જ જોવા મળ્યો છે.

સીડબલ્યુડીએ ભાગ્યે જ થતો રોગ છે પણ જયાં તે ફેલાયો છે તે વિસ્તારમાં લગભગ ૧૦-૨૫ ટકાના દરે વધ્યો છે, એમ સીડીસીનું કહેવું છે. સીડબલ્યુડી પહેલીવાર કોલોરાડોમાં ૧૯૬૦માં નોંધાયો હતો.

સીડીસીએ પોતાની વેબસાઇટ પર કહ્યું છે કે જો તે માણસોમાં ફેલાય તો તેનું એક માત્ર કારણ હરણનું માંસ ખાવું એ જ હશે. યુએસ ડીપાર્ટમેન્ટ અનુસાર કેટલા લોકો હરણનું માંસ ખાય છે તે સ્પષ્ટ નથી પણ ૧૧.પ મીલીયન અમેરિકનો તેનો શિકાય બની શકે છે.

વૈજ્ઞાનિકોના મતે માણસોમાં આ રોગ રોગીષ્ટ હરણનું માંસ ખાવાથી થઇ શકે છે જયારે પ્રાણીઓમાં તેનો ફેલાવો શારીરિક સંપર્ક, લાળ, એઠુ પાણી અથવા ખોરાકથી થાય છે.

મીનેસોટા યુનિવર્સિટીના સેન્ટર ફોર ઇન્ફેકટસ ડીસીઝ રીસર્ચ એન્ડ પોલિસિ સેન્ટરના ડાયરેકટર માઇકલ ઓસ્ટહોમે ગયા મહીને જ માણસોમાં તેના ચેપની શકયતા અંગે મીનેસોટાના ધારાસભ્યોને ચેતવ્યા હતાં.

આગામી વર્ષોમાં પ્રદુષિત માંસના કારણે માણસોમાં આ રોગ ફેલાવાની શકયતાઓ છે તો તેની જરૂરી નોંધ થવી જોઇએ. શકય છ કે તેની સંખ્યા બહુ નાની હશે પણ તે નોંધાયા વગર રહી ન જાય તે જરૂરી એમ પણ તેમણે કહ્યું હતું.

સીડીસીએ શિકારીઓ અને એવા લોકો કે જે હરણનું માંસ ખાય છે તેવા લોકોને સજાગ રહેવા ભલામણ કરી છે. ખાસ કરીનેજે વિસ્તારમાં સીડબલ્યુડી ફેલાયેલો છે તે વિસ્તારના હરણનું માંસ ખાતા પહેલા તેન ો ટેસ્ટ કરાવી લેવાનું સ્થાનિક લોકો અને શિકારીઓને કહેવાયું છે. સીડીસીએ કહ્યું છે કે શિકારીઅએ નબળા દેખાતા, માંદા જણાતા અથવા મરેલા પ્રાણીઓનું શુટીંગ, હેન્ડલીંગ અથવા તેનું માંસ ખાવાનું ટાળવું જોઇએ. પ્રાણીઓને સ્પર્શતી વખતે હેન્ડગ્લોવ્ઝ પહેરવા પણ જરૂરી છે.(૧.૨૯)

(ટાઇમ્સ હેલ્થ માંથી સાભાર)

 

(2:54 pm IST)