Gujarati News

Gujarati News

News of Thursday, 21st February 2019

હિમાચલ પ્રદેશમાં બરફવર્ષાથી ઠંડીમાં ઠુંઠવાયું :તાપમાનમાં મોટો ઘટાડો

લાહોલ અને કિલોંગ માઇનસ ૯.૮ ડિગ્રી: કૂફ્રીમાં માઇનસ ૧.૬ ડિગ્રી અને મનાલીમાં માઇનસ ૦.૬ ડિગ્રી

સિમલા :હિમાચલ પ્રદેશમાં બરફવર્ષાને પગલે શિમલાના કૂફ્રી અને મનાલીમાં મોટા પાયે ઘટાડો નોંધવામાં આવ્યો હતો. કૂફ્રીમાં માઇનસ ૧.૬ ડિગ્રી અને મનાલીમાં માઇનસ ૦.૬ ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધવામાં આવ્યું હતું. 

લાહોલ અને કિલોંગ માઇનસ ૯.૮ ડિગ્રી સેલ્સિયસ તાપમાન સાથે સૌથી ઠંડા સ્થળો રહ્યાં હતાં. 

રાજ્યના અન્ય વિસ્તારોમાં સામાન્ય વરસાદ પડ્યો હતો. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ગુરૃવાર સુધી રાજ્યમાં ભારે બરફવર્ષા અને વરસાદ પડવાની શક્યતા રહેલી છે

(12:24 pm IST)