Gujarati News

Gujarati News

News of Thursday, 21st February 2019

પાકિસ્તાની એક્ટર વિવાદમાં ફસાયો :દીકરીને પોલિયોના ટીપા પીવડાવવા પત્નીએ ઇન્કાર કરતા પોલીસ ફરિયાદ

ફવાદ ખાનની પત્ની પર પોલીયોની ટીમ સાથે અભદ્ર વ્યવહાર કરવાનો પણ આરોપ

પાકિસ્તાનના મોસ્ટ પોપ્યુલર એક્ટર ફવાદ ખાન કાનૂની વિવાદમાં ફસાયો છે. તેની વિરુદ્ધ પોલીસે એફઆઇઆર દાખલ કરી છે. એક્ટરની પત્નીએ  પોતાની બાળકીને પોલીયોની દવા પીવડાવવાથી ઇનકાર કરી દીધો હતો. જે બાદ લાહોર પોલીસે પોલીયો ટીમની લેખિત ફરિયાદ પર કાર્યવાહી કરતાં ફવાદ ખાન સામે એફઆઇઆર દાખલ કરી છે.

   પોલીયો ટીમ ફૈઝલ શહેરમાં સ્થિત ફવાદ ખાનના ઘરે તેની બાળકીને પોલીયોની દવા પીવડાવવા ગઇ હતી પરંતુ આ દરમિયાન તેની પત્નીએ તેનો વિરોધ કર્યો. આ ઉપરાંત ફવાદ ખાનની પત્ની પર પોલીયોની ટીમ સાથે અભદ્ર વ્યવહાર કરવાનો પણ આરોપ છે. તેવામાં ફવાદ ખાન પાકિસ્તાન સુપર લીગ માટે દુબઇમાં છે. ઘટના સમયે તે ઘરે હાજર ન હતો પરંતુ ઘરનો મુખ્ય વ્યક્તિ હોવાના કારણે ફવાદ વિરુદ્ધ કેસ કરવામાં આવ્યો છે.

(12:17 pm IST)