Gujarati News

Gujarati News

News of Thursday, 21st February 2019

બાંગ્લાદેશમાં ભયાનક અગ્નિકાંડ ૬૯ના મોત

ઢાકા તા. ૨૧ : બાંગ્લાદેશની રાજધાની ઢાકામાં બુધવારે મોડી રાતે એક મોટી દૂર્ઘટના થઇ છે. અહીંયા એક બિલ્ડીંગમાં ભીષણ આગ લાગવાથી ૬૯ લોકોનાં મોત નીપજયાં છે. જે બિલ્ડીંગમાં આગ લાગી છે તે કેમિકલ મુકવાનું ગોદામ છે. જેના કારણે આગ પર કાબુ મેળવવામાં ઘણી જ મહેનત કરવી પડી. ફાયર ફાઇટરની કેટલીય ગાડીઓ ઘટના સ્થળે પહોંચીને આગને શાંત કરવાનાં પ્રયત્નો કર્યાં હતાં. ફાયર ફાઇટરની અધિકારીઓનું કહેવું છે કે મૃતકોનો આંકડો હજી વધી શકે છે.

આ આગ ઢાકાનાં ભીડભાડવાળા વિસ્તારનાં ચોક બજારમાં આવેલી ઊંચી બિલ્ડીંગમાં લાગી છે. ઇમારતનાં કેટલાક ફલોરને કેમિકલનાં ગોડાઉન તરીકે થયો હતો. ફાયર ફાઇટરનાં અધિકારી અલી એહમદ પ્રમાણે આગ કદાચ એક ગેસ સિલિન્ડર ફાટવાથી લાગી હતી. જોકે આગ શાંત થયા પછી જ તેની પુષ્ટી કરવામાં આવશે.

તેમણે જણાવ્યું કે બુધવારે રાતે આશરે ૧૦.૪૦ કલાકે આગ લાગી અને સતત લાગતી રહી. વહેલી સવાર સુધીમાં આગ પર કાબુ મેળવાયો ન હતો. સિલેન્ડરમાં આગ લાગવાને કારણે ગોદામમાં રાખેલા કેમિકલ કન્ટેનર પણ ફાટવા લાગ્યાં અને આગ વધતી જ ગઇ.(૨૧.૭)

(11:41 am IST)