Gujarati News

Gujarati News

News of Thursday, 21st February 2019

પાકિસ્તાને પૂંછમાં કર્યું સીઝફાયરનું ઉલ્લંઘન

ભારતીય સેનાએ આપ્યો જડબાતોડ જવાબ

શ્રીનગર તા. ૨૧ : પુલવામાં આતંકી હુમલા પર વિશ્વભરમાં ટીકાનો સામનો કરી રહેલું પાકિસ્તાન સુધારવાનું નામ લેતું નથી. હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવનો માહોલ છે આ બધાની વચ્ચે પાકિસ્તાન દ્વારા સતત ત્રીજા દીવસે લાઈન ઓફ કંટ્રોલ પર સીઝફાયર ઉલ્લંઘન કરવામાં આવ્યું છે. પકિસ્તાની સેનાએ પૂછમાં સીઝફાયરનું ઉલ્લંઘન કરવામાં આવ્યુ. સરહદ પારથી થઇ રહેલા ગોળીબારનો ભારતીય સેના જડબાતોડ જવાબ આપી રહી છે.

ઉલ્લેખનીય છે કે ૧૪ ફેબ્રુઆરીએ પુલવામામાં થયેલ આતંકી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તનાવ રહેલો છે. આ પહેલા ગઈ કાલે પણ પાકિસતને રાજૌરી જિલ્લામાં સીઝફાયરનું ઉલ્લંઘન કર્યું હતું. ત્યારે પાકિસ્તાની સેનાએ મોર્ટાર દાગ્યા. એ પહેલા મંગળવારે પણ રાજોરી સેકટરમાં પણ હુમલો કર્યો.

આ ગોળીબાર રાજૌરી જિલ્લા નિયંત્રણ રેખાનાં કલાલ અને નૌશેરા સેકટરમાં થઇ. મંગળવારે પણ પાકિસ્તાનની સેનાએ રાજૌરીનાં નૌશેરા સેકટરમાં ગોળીબાર કર્યો હતો. પાકિસ્તાનની સેનાએ રાજૌરી જિલ્લાનાં નૌશેરા સેકટરમાં નિયંત્રણ રેખાની પાસે મંગળવારે સાંજે આશરે ૦૭ વાગ્યે નાના હથિયારો દ્વારા ગોળીબાર કરીને સંઘર્ષ વિરામનું ઉલ્લંઘન કર્યું હતું.ઙ્ગ

અધિકારીઓએ જણાવ્યું કે, ભારત - પાક. ફલેગ મીટિંગમાં સંયમ વર્તવા અને ૨૦૦૩દ્ગક્ન સંઘર્ષ ઙ્ગવિરામ ઉલ્લંઘનનું પાલન કરવાની વારંવાર અપીલ કરવા છતા પાકિસ્તાને સંઘર્ષ વિરામ ઉલ્લંઘન ચાલુ રાખ્યું છે. નવા વર્ષની શરૂઆતથી જ પાકિસ્તાનનાં સૈનિકો જમ્મુ વિસ્તારમાં નિયંત્રણ રેખા નજીક નિયમીત રીતે સંઘર્ષ વિરામ ઉલ્લંઘન કરતા રહ્યા છે.(૨૧.૧૨)

(11:37 am IST)