Gujarati News

Gujarati News

News of Wednesday, 21st February 2018

પૂર્વોત્તરમાં બાંગ્લાદેશીની ઘુષણખોરી માટે પશ્ચિમી પાડોશી દેશો જવાબદાર:સેનાધ્યક્ષ બિપિન રાવત

 

નવી દિલ્હી :પૂર્વોત્તર ભારતમાં બાંગ્લાદેશી નાગરિકોની ગેરકાયદેસર ઘૂસણખોરી પર ભારતીય સેનાધ્યક્ષ જનરલ બિપિન રાવતે પાકિસ્તાન અને ચીન પર નિશાન સાધ્યું છે. જનરલ રાવતે કહ્યુ છે કે ઉત્તર-પૂર્વ ભારતમાં બાંગ્લાદેશથી થઈ રહેલી ઘૂસણખોરી પછાળ આપણા પશ્ચિમી પાડોશી દેશની છેતરામણી નીતિઓ જવાબદાર છે. જનરલ રાવતે કહ્યુ છે કે કામમાં આપણા પશ્ચિમી પાડોશીને ઉત્તરીય. પાડોશીનો સાથ મળી રહ્યો છે. જનરલ રાવત ઉત્તર-પૂર્વ ભારતના સુરક્ષા પડકારો પર આયોજિત એક સેમિનારમાં બોલી રહ્યા હતા.

(10:10 pm IST)