Gujarati News

Gujarati News

News of Wednesday, 21st February 2018

તમારો મોબાઇલ નંબર ૧૦ અંકનો જ રહેશે

નવી દિલ્હીઃ સોશ્યલ મીડીયામાં આજે સવારથી જ મોબાઇલ નંબરના ડીજીટ  વધશે તેવા સમાચાર વાયરલ થઇ રહયા છેઃ એવામાં બીએસએનએલના એક પરીપત્રના હવાલાથી જણાવાયું છે કે તમામ ગ્રાહકોના મોબાઇલ નંબર હવે ૧૦ ના બદલે ૧૩ અંકોના થવાના છેઃ ફેસબુક, ટવીટર જેવા સોશ્યલ મીડીયા પર ફેલાઇ રહેલી અફવાઓમાં જણાવાયું છે કે, ૧ લી જુલાઇથી મળનાર બધા નવા નંબર ૧૩ અંકના થશેઃ આ ઉપરાંત ૧ લી ઓકટોબરથી બધા ગ્રાહકોનો ૧૦ અંકોવાળો મોબાઇલ નંબર ૧૩ અંકોમાં ફેરવાઇ જશેઃ જે ૩૧ ડિસેમ્બર સુધીમાં પુર્ણ થશેઃ બીએસએનએલના એજીએમ મહેન્દ્રસિંહે સ્પષ્ટતા કરી છે કે સામાન્ય લોકોના મોબાઇલ નંબર ઉપર કોઇ અસર નહિ પડેઃ એ સંપુર્ણ અફવા છે કે ગ્રાહકોના મોબાઇલ નંબર ૧૩ અંકોના થશેઃ ટ્રાઇએ આ બારામાં કોઇ નવા નિર્દેશ આપ્યા નથીઃ તેમને કહયું છે કે ડોટ દ્વારા દેશના તમામ ટેલીકોમ ઓપરેટર્સને દિશા નિર્દેશ જારી કરાયા છેઃ જેમાં તમામ એમ ટુ એમ કસ્ટમર્સ (મશીન ટુ મશીન કસ્ટમર્સ) ને ૧૩ ડીજીટના મોબાઇલ નંબર જારી કરવા જણાવાયું છેઃ વર્તમાન એમ ટુ એમ ગ્રાહકના નંબર ૧ લી ઓકટોબરથી ૧૩ ડીજીટમાં પોર્ટ થશેઃ એટલે કે તેઓને ૧૩ ડીજીટવાળો નંબર આપવામાં આવશેઃ આ દિશા નિર્દેશ એમ ટુ એમ નંબર્સ માટે જારી થયા છે નહિ કે ગ્રાહકના મોબાઇલ નંબર માટેઃ ગ્રાહકોના મોબાઇલ નંબર નહિ બદલાય.

(4:02 pm IST)