Gujarati News

Gujarati News

News of Thursday, 21st January 2021

કારની અંદર ગર્લફ્રેન્ડને પ્રેમથી ખવડાવતો'તો પતિઃ અચાનક પત્નિ પ્રગટ થઇઃ થયો હંગામો

એન્જીનીયર પતિ રંગે હાથ પકડાતા શરમજનક સ્થિતિ ઉભી થઇ

લખનૌ, તા.૨૧: ઉત્ત્।ર પ્રદેશના બાંદા જિલ્લામાં પ્રેમ પ્રસંગનો એક એવો મામલો સામે આવ્યો છે, જેને સાંભળીને સૌ કોઈ હેરાન રહી ગયું. અહીં એક શખસ પત્નીથી છુપાવીને ગર્લફ્રેન્ડને ઢોંસા ખવડાવવા માટે લઈ ગયો. વાત એટલી હદ સુધી વધી ગઈ કે મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચી ગયો અને પોલીસને વચ્ચે દરમિયાનગીરિ કરવી પડી. જેવી આ વિશે લોકોને જાણ થઈ મામલે સોશિયલ મીડિયામાં ચર્ચામાં આવી ગયો.

હકીકતમાં બાંદામાં એક જૂનિયર એન્જિનિયરના પદ પર કાર્યરક આનંદ વિશ્વકર્મા નામનો યુવક મંગળવારે સાંજે પોતાની ગર્લફ્રેન્ડને ચોરી છુપી કારમાં બેસાડીને ઢોંસા ખવડાવી રહ્યો હતો અને આ દરમિયાન કોઈએ તેની પત્નીને જાણ કરી દીધી. પછી શું, પત્ની ત્યાં પોતાના ભાઈ સાથે પહોંચી ગઈ અને કારની અંદરથી પતિની ગર્લફ્રેન્ડ સાથે પકડી લીધો. પત્ની અને સાળાને સામે જોતા જ યુવકના હોંશ ઉડી ગયા. આ બાદ ખૂબ ધમાલ મચી અને કોઈએ પોલીસને આ વાતની જાણ કરી દીધી. ઘટના પર પહોંચેલી પોલીસ બધાને પોલીસ સ્ટેશનમાં લઈ આવી.પત્નીએ પોતાના જુનિયર એન્જિનિયર પતિ પર આરોપ લગાવ્યો છે કે તેના દ્યણી મહિલાઓ સાથે અનૈતિક સંબંધ છે અને તે બધી મહિલાઓ સાથે ફરતો હોય છે. પત્નીએ કહ્યું કે, જો તે આ વિશે વિરોધ કરે તો પતિ વારંવાર ડિવોર્સની ધમકી આપે છે. બંનેની વાત સાંભળ્યા બાદ પોલીસે ગમે તેમ કરીને મહિલાને સમજાવીને ઘરે મોકલી દીધી, જયારે આરોપી પતિ પણ સંતોષનજક જવાબ ન આપી શકતા પોલીસે તેને વોર્નિંગ આપીને છોડી દીધો છે.

(3:48 pm IST)
  • ભારતે મોકલેલ વેક્સીનનો જથ્થો ભૂટાનમાં આવી પહોંચ્યો access_time 5:09 pm IST

  • રામ મંદિર નિર્માણ માટે વિજયભાઈએ ૫ લાખ અને રામભાઈ મોકરિયાએ ૧૧ લાખ જાહેર કર્યા: મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ આજે રાજકોટ ખાતે શ્રેષ્ઠઈઓની બેઠકમાં અયોધ્યામાં રામ મંદિર નિર્માણ માટે પાંચ લાખ રૂપિયાના દાનની જાહેરાત કરી છે, જ્યારે મારુતિ કુરિયર પ્રાઇવેટ લિમિટેડના શ્રી રામભાઈ મોકરિયાએ રામ મંદિર નિર્માણ માટે ૧૧ લાખ રૂપિયાની જાહેરાત કરી હતી. access_time 12:19 am IST

  • અર્નવ ગોસ્વામીએ રાહુલ ગાંધીને ટેલીવીઝન ઉપર ૧૨૧ લાઈવ ડીબેટ માટે ચેલેન્જ કરી રાહુલ ગાંધીએ તેના ઉપર કરેલા આક્ષેપો સાબિત કરી આપે નહિં તો અદાલતમાં તેના અને કોગ્રેસ પક્ષ વિરૂદ્ધ ફરીયાદ દાખલ કરશે access_time 5:35 pm IST