Gujarati News

Gujarati News

News of Thursday, 21st January 2021

મોદી કમજોર વડાપ્રધાનઃ તેઓ ચીનનું નામ લેતા ફરે છેઃ ઓવૈસી

અરૂણાચલમાં ચીને ગામ વસાવતા એઆઇએમઆઇએમ ચીફના પ્રહાર

નવી દિલ્હી તા. ર૧: અરૂણાચલ પ્રદેશમાં ચીનના ૧૦૦ ઘરોનું ગામ બનાવવાની ખબરો બાદથી વિપક્ષ મોદી સરકાર ઉપર પ્રહારો કરી રહ્યા છે. હવે એઆઇએમઆઇએમ ચીફ ઓવૈસીએ મોદીને કમજોર વડાપ્રધાન ગણાવ્યા છે. ઓવૈસીએ જણાવેલ કે વડાપ્રધાન મોદી ચીનનું નામ લેતા ડરે છે. સેટેલાઇટ ઇમેજથી ખબર પડી કે ચીને અરૂણાચલમાં પરમેનેન્ટ બાંધકામ કર્યું છે. વડાપ્રધાન કમજોરી દેખાડી રહ્યા છે. ચીનનું નામ કેમ નથી લેતાં વડાપ્રધાન કમજોર પીએમ છે કેમ કે એમની જ પાર્ટીના સાંસદ કહે છે કે ચીને અરૂણાચલની જમીન ઉપર કબજો કરી લીધો છે.

(1:12 pm IST)