Gujarati News

Gujarati News

News of Thursday, 21st January 2021

પશ્ચિમ બંગાળમાં મુખ્ય પ્રધાન પદનો ઉમેદવાર જાહેર નહીં કરે ભાજપા

કોલકતા તા. ર૧: ભાજપા પશ્ચિમ બંગાળ વિધાનસભા ચુંટણીમાં પોતાનો મુખ્યમંત્રી પદનો ઉમેદવાર જાહેર નહીં કરે. પક્ષના મહામંત્રી કૈલાસ વિજયવર્ગીયએ કહ્યું કે બહુમતિ હાંસલ કર્યા પછી પક્ષની નેતાગીરી અને ધારાસભ્યો નક્કી કરશે કે મુખ્ય પ્રધાન કોણ બનશે. જયારે, બીજી તરફ તૃણમૂલ કોંગ્રેસના ધારાસભ્યો તુટવાનો સિલસિલો સતત ચાલુ છે. આ ક્રમમાં શાંતિપુરના ધારાસભ્ય અરિંદમ ભટ્ટાચાર્ય દિલ્હીમાં ભાજપામાં જોડાઇ ગયા છે. તો ત્યાં કોલકતામાં આદિત્ય બિરલા ગ્રુપના સીનીયર વાઇસ પ્રેસીડેન્ટ રંજન બેનર્જી પણ ભાજપામાં જોડાઇ ગયા છે.

(1:09 pm IST)