Gujarati News

Gujarati News

News of Tuesday, 21st January 2020

સ્પીકર નિષ્પક્ષ ન હોઇ શકે : તેમના અધિકાર પર પુન ર્વિચાર કરવાની જરૂર: સુપ્રીમકોર્ટે કરી ટકોર

કોઇ સાંસદ કે ધારાસભ્યનું સભ્યપદ રદ્દ કરવા મામલે સુપ્રીમ કોર્ટે આકરુ વલણ અપનાવ્યું

નવી દિલ્હી : કોઇ સાંસદ કે ધારાસભ્યનું સભ્યપદ રદ્દ કરવા મામલે સુપ્રીમ કોર્ટે આકરુ વલણ અપનાવ્યું છે. આ સાથે જ સુપ્રીમ કોર્ટે આ મામલે સ્પીકર પાસે રહેલા અધિકાર મુદ્દે પણ સંસદે ફેરવિચારણા કરવાની સલાહ આપી છે

સુપ્રીમ કોર્ટે જણાવ્યું છે કે, સાંસદો કે ધારાસભ્યોને ગેરલાયક ઠેરવવાના સ્પીકરના અધિકાર પર પુનર્વિચાર કરવાની જરૂર છે. કેમ કે, સ્પીકર નિષ્પક્ષ ન હોઇ શકે. સુપ્રીમ કોર્ટે આ મામલે સંસદને સલાહ આપી છે કે, તે આ મુદ્દે વિચાર કરી કાયદો બનાવે.

હાલના કાયદા મુજબ કોઇ પણ સાંસદ કે ધારાસભ્યનું સભ્યપદ રદ્દ કરવા કે પછી જાળવી રાખવાનો પૂરો અધિકાર સ્પીકર પાસે હોય છે. જો કે, સુપ્રીમ કોર્ટે જણાવ્યું છે કે સ્પીકર કોઇને કોઇ રાજકીય પક્ષ સાથે જોડાયેલા હોય છે. તેથી તે નિષ્પક્ષ નિર્ણય લઇ શકતા નથી. સુપ્રીમ કોર્ટે ભલામણ કરી કે સંસદ કોઇ નિવૃત જજની અધ્યક્ષતામાં એક કમિટી બનાવે કે જેમની પાસે સભ્યપદ રદ્દ કરવા કે જાળવી રાખવાનો નિર્ણય કરવાનો અધિકાર હોય.

(10:50 pm IST)