Gujarati News

Gujarati News

News of Tuesday, 21st January 2020

સાત વિમાની મથકો પર થશે ચીનથી આવનાર યાત્રિઓની થર્મલ સ્ક્રીનિંગઃ ચીનમાં ફેલાયેલ કોરોના વાયરસના ખતરાને ધ્યાનમાં રાખી આ આદેશ કરવામાં આવ્યો

            સરકારએ વધુ ચાર શહેરોમાં ચેન્નાઇ, બેંગલુરૂ, હૈદરાબાદ અને કોચીનના વિમાની  મથકો પર ચીનથી આવનાર યાત્રિઓની થર્મલ સ્ક્રીનીંગના આદેશ આપ્યા છે. ચીનમાં ફેલાયેલ કોરોના વાયરસના ખતરાને ધ્યાને રાખી આદેશ જારી કરવામાં આવ્યા છે. સાથેજ હવે દેશના વિમાની મથકો પર ચીન અને હોંગકોંગણી આવનાર યાત્રીઓની થર્મલ સ્કીનિંગ થશે. દિલ્લી, મુંબઇ અને કોલકતા વિમાની મથકો માટે સરકારે પહેલેથી આદેશ જારી કર્યા હતા. નાગરિક ઉડ્ડયન મંત્રાલયએ વિમાની મથકોને થર્મલ સ્ક્રીનિંગ માટે ઉપકરણ વગેરેની વ્યવસ્થા કરવા માટે કહ્યું છે.

            નાગરિક ઉડ્ડયન મંત્રાલયએ બતાવ્યું કે સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના પરામર્શના આધાર પર યાત્રિઓના તપાસના આદેશ જારી કર્યા છેચીનના હુબેઇ પ્રાંતના વુહાન શહેરમાં નોવેલ કોરોના વાયરસથી સેંકડો લોકોના સંક્રમિત થવાની વાત સામે આવી છે. ઙ્ગ

            દિશા-નિર્ર્દેશોમાં કહેવામાં આવ્યું છે કે ચીન અને હોંગકોંગથી આવનારી ઉડ્ડાનોમાં યાત્રીઓને કહેવામાં આવશે કે તે છેલ્લા ૧૪ દિવસમાં વુહાન શહેરમાંગયા છે. અને એમને તાવ અથવા કફની ફરીયાદ રહી છે તો તે એક ઘોષણા પત્ર ભરે જો વિમાાનમાં ઉપલબ્ધ કરાવવામાં આવશે. વિમાની મથકપર અથવા રાજયના સરકારી સ્વાસ્થ્ય તંત્ર સમક્ષ એમણે ફોર્મ જમા કરવાનું રહેશે જે સાત વિમાની મથકોને થર્મલ સ્ક્રિનીંગના આદેશ આપ્યા છે ત્યાં ઇમીગ્રેશન પહેલા યાત્રીઓને એક વિશેષ ક્ષેત્રથી પસાર થવાનું રહેશે જયાં થર્મલ કેમેરા લાગ્યા હશે.

(9:43 pm IST)