Gujarati News

Gujarati News

News of Tuesday, 21st January 2020

પેરિયાર અંગે નિવેદનથી રાજનીતિ વધુ ગરમ બની

રજનીકાંતના નિવેદનથી રાજનીતિમાં ગરમી વધી : પેરિયાર અંગે જે કહ્યું તે બિલકુલ સત્ય છે, અહેવાલ પર આધારિત છે જેથી માફી માંગવાનો રજનીકાંતનો ઇન્કાર

નવીદિલ્હી, તા.૨૧ : તમિળ સુપરસ્ટાર રજનીકાંતને પેરિયાર પર કરેલા એક દાવથી તમિળનાડુની રાજનીતિમાં ઘમસાસ મચી ગયો છે. તેમની વિરુદ્ધ એફઆઈઆર પણ દાખલ થઇ ચુકી છે. જો કે, રજનીકાંત પોતાના દાવા પર મક્ક છે અને તેમણે માફી માંગવાનો ઇન્કાર કરી દીધો છે. રજનીકાંતે મિડિયા સાથે વાતચીત કરતા કહ્યું હતું કે, તેમણે જે પેરિયાર અંગે કહ્યું છે તે બિલકુલ સાચું છે અને રિપોર્ટ પર આધારિત છે જેથી તેઓ માફી માંગશે નહીં. અત્રે ઉલ્લેખનીય છે કે, ગત સપ્તાહમાં તમિળ મેગજીન તુગલકને આપેલા ઇન્ટવ્યુમાં રાજનીકાંતે દાવો કર્યો હતો કે, પેરિયારે ૧૯૭૧માં સલેમમાં એક રેલી કરી હતી જેમાં ભગવાન રામ અને સીતાની વસ્ત્રહીન તસ્વીરો લગાવવામાં આવી હતી.

             રજનીકાંતના નિવેદનથી આપત્તિ દર્શાવતા દ્રવિદાર વિદ્યુતલાઈ કઝગમના સભ્યોએ તેમની વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાવી હતી. કઝગમની ફરિયાદમાં રજનીકાંત વિરુદ્ધ આઈપીસીની કલમ ૧૫૩(એ) હેઠળ ફરિયાદ દાખલ કરવાની માંગ કરી હતી. રજનીકાંતે તમિળનાડુની મુખ્ય વિપક્ષી પાર્ટી ડીએમકે પર પ્રહાર કર્યા હતા. રજનીને દ્રવિડ આંદોલનના જનક કહેનાર એમ કરુણાનિધિ અને પેરિયાર પર ટિપ્પણી કરી હતી. સુપરસ્ટાર રજનીકાંતે કહ્યું હતું કે, પેરિયાર હિન્દુ દેવતાઓના કટ્ટર વિવેચક હતા પરંતુ તે સમય કોઇએ પણ પેરિયારની આલોચના કરી ન હતી. રાજનીકાંતે મિડિયા સાથે વાતચીતમાં કહ્યું હતું કે, પેરિયારની રેલીના વિષય જે મેં કહ્યું તે બિલકુલ સાચુ છે. રજનીકાંતે કહ્યું હતું કે, તે રિપોર્ટના આધાર પર છે અને તે સમયના અનેક સમાચારપત્રોએ મહત્વ આપીને પ્રકાશિત કર્યું હતું. આ સંદર્ભે તમિળ સુપરસ્ટાર રજનીકાંતે માફી માંગવાનો સ્પષ્ટ ઇન્કાર કરી દીધો છે.

(8:01 pm IST)