Gujarati News

Gujarati News

News of Tuesday, 21st January 2020

હવે ફાંસી કયારે થશે?

નિર્ભયાના દોષિતો પાસે હજુ પણ બાકી છે ૯ લાઇફલાઇન

ફાંસીની તારીખ ફેબ્રુઆરીના અંતમાં કે માર્ચ સુધી ટળવાના એંધાણ

નવી દિલ્હી,તા.૨૧: પહેલા ૨૨ જાન્યુઆરી હતી હવે પેલી ફેબ્રુઆરી છે. દિલ્હીની એક કોર્ટે બે સપ્તાહની અંદર નિર્ભયાના ચારેય ગુનેગારોના મૃત્યુની તારીખ બદલી નાખી. પરંતુ જેવી રીતે ચાર આરોપીઓ પુરેપુરી હોશિયારીથી તેમની લાઇફ-લાઇનનો ઉપયોય કરી રહ્યા છે. તેને જોઇને જો ફાંસીની તારીખ હજુ આગળ બદલાય તો નવાઇની વાત નથી. એંધાણ એવા છે કે ફાંસીની તારીખ ફેબ્રુઆરીના અંતિમ અથવા માર્ચ સુધી ટળી જાય કારણુ કે હજુ પણ મોતથી બચવા માટે ચારેય પાસે નવ લાઇફલાઇન છે.

નિર્ભયાના ગુનેગારોની સજાનું એલાન થઇ ચુકયું છે. પરંતુ સૌથી પ્રશ્નએ છે કે શુ પેલી ફેબ્રુઆરીએ ફાંસી થશે? એન શું ફાંસી સવારે ૬ વાગ્યે જ થશે? તો જવાબ નથી હવે મોત પર પણ તારીખ પે તારીખ આવશે. આરોપી મુકેશ પાસે હજુ ફકત એક જ લાઇફલાઇન આરોપી પવન પાસે હજુ ૩ લાઇફલાઇન બાકી છે. આરોપી અક્ષય પાસે પણ બચી છે હજુ, ૩ લાઇફ લાઇન તેના હિસાબથી જ તેમના વકિલ લાઇફલાઇનનો ઉપયોગ કરી રહ્યા છે.

(3:48 pm IST)