Gujarati News

Gujarati News

News of Tuesday, 21st January 2020

દેશમાં બેરોજગારીની વકરતી સમસ્યા : 2018માં દરરોજ સરેરાશ 35 બેરોજગારોએ આત્મહત્યા કરી

નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યૂરોના આંકડામાં ચોંકાવનારો ખુલાસો

નવી દિલ્હી : : ભારત જેવા દેશમાં બેરોજગારીની સમસ્યા વકરતી જાય છે  બેરોજગારોની આત્મહત્યાના કિસ્સામાં વધારો નોંધાઈ રહ્યો છે. નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યૂરો (NCRB) તરફથી જારી વર્તમાન આંકડા પ્રમાણે વર્ષ 2018માં રોજના સરેરાશ 35 બેરોજગારોએ આત્મહત્યા કરી હતી

ત્યારે, સ્વરોજગાર સાથે જોડાયેલ લોકોની વાત કરીએ તો પ્રતિદિન સરેરાશ 36 લોકોએ આત્મહત્યા જેવું કઠોર પગલા ઉઠાવ્યું છે સ્વરોજગાર એટલે કે સ્ટાર્ટઅપ કે પોતાનો કોઈ રોજગાર કરનાર વ્યક્તિ.

   2018માં બેરોજગાર અને સ્ટાર્ટઅપ સાથે સંબંધિત કુલ 26,085 લોકોએ આત્મહત્યા કરી. આ આંકડા કૃષિ ક્ષેત્રમાં આત્મહત્યાના કુલ કેસો થઈ 10,349 વધુ છે. આત્મહત્યા કરવાવાળામાં 12,936 લોકો એવા છે, જેમની પાસે રોજી-રોટીનો કોઈ બીજો વિકલ્પ જ નથી રહ્યો હોતો  ત્યારે  13,149 સ્ટાર્ટઅપ કરતા હતા. ઘરકામ કરતી મહિલાઓની આત્મહત્યાના કુલ 42,391 કેસ નોંધાયા છે. આમાં 54.1 ટકા મહિલા એટલે કે 22,937 ઘરકામ કરતી મહિલાઓ છે. આત્મહત્યા જેવું કઠોર પગલું ઉઠાવતા લોકોમાં તેમની હિસ્સેદારી લગભગ 17.1 ટકા છે.

(12:56 pm IST)