Gujarati News

Gujarati News

News of Tuesday, 21st January 2020

મર્સીડીઝના લોગોની જેમ સપનું હંમેશા ઉંચુ રાખો

આ કંપનીએ લોગો એવી રીતે બનાવ્યો કે કયારેય ઉંધો ન દેખાય : આજે વિચારશો તો આવતીકાલે કાર આવશે, માત્ર સપના ન જોવો, પોતાના ડ્રીમનું અમલ કરો

રાજકોટ : લોકો સપના તો ઘણા જુએ છે પરંતુ આ સપનાઓ સુધી પહોંચવા મહેનત કરતા નથી. જય વસાવડાએ ઉદાહરણ આપતા કહ્યું કે કાર બનાવતી કંપનીઓમાં દુનિયાની નં.૧ કંપની એવી મર્સીડીઝનો લોગો એવી રીતે બનાવ્યો કે તમે કોઈપણ એન્ગલથી આ લોગોને નિહાળો તો તમને ઉંધો નહિં દેખાય. બધા એન્ગલથી આ લોગો એકસરખો જ દેખાશે.

તેઓએ પોતાના સંઘર્ષભર્યા દિવસોને યાદ કરતાં કહ્યું કે હું ૨૦૦૪માં એક કાર્યક્રમમાં મારૂ વકતવ્ય આપવા ગયો તે સમયે મારૂ કોઈ અસ્તિત્વ જ ન હતું મને કોઈ ઓળખતુ પણ ન હતું. આયોજકોને પણ કહ્યું કે તમારે જે આપવું હોય તે આપજો. કાર્યક્રમ પૂર્ણ થયા બાદ હું મારા ઘરે જવા બસની રાહ જોઈને ઉભો હતો. એ જ સમયે એક કારમાં સ્વામીજી ત્યાંથી નીકળ્યા. આ કાર્યક્રમમાં આ સ્વામીજી આવ્યા હતા. તેઓએ મને કારમાં લીફટ આપતા શીખ આપી કે ખાલી સપના ન જો. આજે વિચારીશ તો આવતીકાલે કાર આવશે. આમ, જીવનમાં હંમેશા ઉંચો ધ્યેય જ રાખવો જોઈએ.

 

(12:05 pm IST)