Gujarati News

Gujarati News

News of Tuesday, 21st January 2020

નોટબંધીથી પકડાઇ ગયો જવેલર્સોનો ખેલ

૨-૩ લાખની આવક દેખાડનારાઓએ બેંકોમાં ઓચિંતા ઠાલવ્યા કરોડો રૂપિયા

એક કેસમાં જમા થયેલ રકમ વેપારીની અગાઉની આવક કરતાં ૯૩,૬૪૮ ટકા વધુ જેમના ખાતામાં ૧ વર્ષ પહેલા ૨.૬૪ લાખ રોકડ હતી, નોટબંધી બાદ ખાતામાં હતાં રૂ.૬.૨૨ કરોડ

નવી દિલ્હી,તા.૨૧: નોટબંધી બાદ દેશના દ્યણા જવેલર્સે બેહિસાબી રોકડ બેંકમાં જમા કરાવી હતી. આખા વર્ષમાં ૨-૩ લાખ રૂપિયાની આવક દેખાડનારા જવેલર્સે અચાનક કરોડો રૂપિયા કયાંથી જમા કરાવી દીધા? આનો હવે તેમની પાસે કોઈ જવાબ નથી. આંકડાઓના વિશ્લેષણ બાદ નાણાં મંત્રાલયે આ મામલાઓમાં તપાસ શરૂ કરી દીધી છે. આ વ્યાપારીઓએ જેટલી રોકડ જમા કરી છે તે તેમના આવકના જ્ઞાત સ્ત્રોતો સાથે મેળ ખાતી નથી. સૂત્રોએ કહ્યું કે, તપાસના દાયરામાં આવેલા આ ઝવેરીઓએ આંકલન વર્ષ ૨૦૧૭-૧૮દ્ગક્ન પોતાના ઈન્કમ ટેકસ રિટર્નમાં આ પ્રકારની લેવડ-દેવડની કોઈ જાણકારી આપી નથી.

સૂત્રોનું કહેવું છે કે, નોટબંધી દરમિયાન દ્યણા જવેલેર્સે બેંકોમાં બેહિસાબ રોકડ જમા કરાવી. આ રોકડ અંતે તે પોતાના વેચાણ વેપારથી પ્રાપ્ત આવક અથવા કોઈ અન્ય સંતોષજનક વિશ્લેષણ નથી આપી શકયા. એક કેસમાં તો જમા કરવામાં આવી રકમ તે વ્યાપારીના ગત વર્ષની આવકની તુલનામાં ૯૩,૬૪૮ ટકા વધારે છે.

સૌથી વધુ દંગ કરનારી વાત એ છે કે, આ કેસ ગુજરાતમાંથી સામે આવ્યો છે. અહીં એક સોના-ચાંદીના વ્યાપારીએ નોટબંધી દરમિયાન (૯ નવેમ્બરથી ૩૦ ડિસેમ્બર ૨૦૧૬) ૪.૧૪ કરોડ રૂપિયા રોકડા જમા કર્યા છે. જયારે આના એક વર્ષ પહેલા આ જ સમયગાળામાં તે વ્યાપારીની જમા રકમ ૪૪,૨૬૦ રૂપિયા જ હતી. આમાં ૯૩,૬૪૮ ટકાનો વધારો સામે આવ્યો છે.

સૂત્રો અનુસાર, આંકડાઓના વિશ્લેષણથી ખબર પડે છે કે, દ્યણા જવેલર્સ જેમણે રિટર્નમાં પોતાની આવક ૫ લાખથી ઓછી દેખાડી છે તેમણે નોટબંધી દરમિયાન ૨-૩ દિવસમાં જ કરોડો રૂપિયાની રોકડ જમા કરી. આંકડાઓના તપાસથી ખબર પડી ખે, એક દ્યરેણાંના વ્યાપારી જેની વાર્ષિક આવક માત્ર ૧.૧૬ લાખ હતી તેણે ત્રણ દિવસમાં ૪.૧૩ કરોડ રૂપિયા જમા કરાવ્યા.

આ જ રીતે ૨.૬૬ લાખ રૂપિયાની આવક ધરાવનારા એક ઝવેરીએ બે દિવસમાં ૩.૨૮ કરોડ અને ૫.૪ લાખ રૂપિયાની આવક દેખાડનારા અન્ય એક ઝવેરીએ ૨.૫૭ કરોડ રૂપિયા જમા કરાવ્યા. એક અન્ય કેસમાં એક સોનાના વેપારી જેની રિટર્નમાં વાર્ષિક આવક માત્ર ૩.૨૩ કરોડ રૂપિયા હતી તેણે ૫૨.૨૬ કરોડ રૂપિયાથી વધુ જમા કરાવ્યા.

સૂત્રોએ કહ્યું કે, વ્યાપારી પાસે ૯ નવેમ્બર ૨૦૧૫માં  માત્ર ૨.૬૪ લાખ રૂપિયાની રોકડ હતી જયારે ૯ નવેમ્બર ૨૦૧૬ સુધી તેની પાસે ૬.૨૨ કરોડથી વધુની રોકડ રકમ થઈ ગઈ. રોકડમાં અચાનક ૨૩,૪૯૦ ટકાના વધારા અંગે તે સંતોષકારક જવાબ ન આપી શકયો.

સૂત્રો અનુસાર એક અન્ય કેસમાં ઘરેણાંના વ્યાપારીએ અજ્ઞાત ગ્રાહકો પાસેથી ૨૦ હજારથી ઓછી રોકડ લીધી અને તેને બેંક ખાતામાં જમા કરાવી દીધી. ત્યારબાદ આ જ રકમ તે જ ગ્રાહકને કોઈ કારણ વિના પરત કરી દેવાઈ. સૂત્રોએ જણાવ્યું કે, સૌથી મજેદાર કિસ્સો એ જોવામાં આવ્યો કે, કેટલાકે ઈન્કમ ટેકસ રિટર્ન જમા કરાવતા પહેલા ફોર્મ ૩CBની સાથે ઓડિટ રિપોર્ટ અપલોડ કરતા કેટલાક વ્યાપારીઓએ પોતાનું નફા-નુકસાન ખાતું અપલોડ કરવાને બદલે બીજી કંપનીનું ખાતું અપલોડ કરી દીધું.

(11:20 am IST)