Gujarati News

Gujarati News

News of Tuesday, 21st January 2020

સસ્તા થયા નાના શેમ્પૂ અને Pears સાબુઃ HULએ ૨૫ ટકા સુધી ઘટાડી કિંમતો

HULએ જાન્યુઆરીમાં જયારે નાના શેમ્પૂ પેકની કિંમતમાં ૧૩.૩ ટકા સુધી ઓછા કર્યા હતાં, ત્યારે મોટા શેમ્પૂ પેકની કિંમતમાં ૪.૭ ટકાનો વધારો કર્યો છે

નવી દિલ્હી, રોજબરોજની જરૂરિયાતો સાથે જોડાયેલા ઉત્પાદનો બનાવનારી સૌથી મોટી કંપની એફએમસીજી (FMCG) કંપની હિંદુસ્તાન યૂનિલીવર લિમિટેડે (HUL) પોતાની ઉત્પાદનોની કિંમતોમાં ફેરફાર કર્યો છે. HULએ જાન્યુઆરીમાં જયારે નાના શેમ્પૂ પેકની કિંમતમાં ૧૩.૩ ટકા સુધી ઓછા કર્યા હતાં. ત્યારે મોટા શેમ્પૂ પેકની કિંમતમાં ૪.૭ ટકાનો વધારો કર્યો છે.

સૂત્રો પ્રમાણે, કંપનીએ કિશાન જામનાં કેટલાક વેરિઅન્ટનાં ભાવ ૩.૩ ટકા વધારી દીધા છે. જાન્યુઆરીમાં Pearsનાં ભાવ ૨૫ ટકા સુધી ઓછા કર્યા છે. રિસર્ચ ફર્મ યૂરોમોનિટર પ્રમાણે લાઇફબોય અને લકસમાં સૌથી વધારે વેચાતો સાબુ બ્રાંડમાંથી એક છે.

જણાવીએ કે, HULએ ગત વર્ષે ઓગસ્ટમાં લકસ અને લાઇફબોય સહિત પોતાના કેટલાક સાબુ બ્રાંડની કિંમતોમાં દ્યટાડો કર્યો હતો. કંપનીએ લકસ અને લાઇફબોય પોર્ટફોલિયોમાં ૪ ટકાથી ૬ ટકાની સીમામાં કિંમતોમાં ઘટાડો કર્યો છે. આ રીતે ડવ સહિત કેટલાક અન્ય સાબુની કિંમતોમાં ૩૦ ટકા સુધીનો દ્યટાડો કર્યો છે.

HULએ જાન્યુઆરીમાં જયારે નાના શેમ્પૂ પેકની કિંમતમાં ૧૩.૩ ટકા સુધી ઓછો કર્યો હતો.

આપને જણાવીએ કે, હિંદુસ્તાન યૂનિલીવર દેશની સૌથી મોટી એફએમસીજી કંપની છે. શેર બજારમાં લિસ્ટેડ આ કંપનીનું માર્કેટ કેપ ૪.૪૦ લાખ કરોડ રૂપિયા વધારે છે. દેશની ટોપ ૧૦ કંપનીઓમાં કંપની સામેલ છે. કંપનીએ એક શેરની કિંમત ૨૦૦૦ રૂપિયાથી વધારે છે.

(9:45 am IST)