Gujarati News

Gujarati News

News of Monday, 21st January 2019

આર્થિક સવર્ણોને 10 ટકા અનામત મામલે કેન્દ્રને મદ્રાસ હાઇકોર્ટે ફટકારી નોટિસ :18મી ફેબ્રુઆરી સુધીમાં જવાબ રજૂ કરવા આદેશ

ડીએમકેના પક્ષના સેક્રેટરી આરએસ ભારતીએ અનામત સામે મદ્રાસ હાઇકોર્ટમાં પિટિશન કરી હતી

ચેન્નાઇ :લોકસભા 2019ની ચૂંટણી અગાઉ ગત સત્રમાં પસાર કરવામાં આવેલા ગરીબ સવર્ણોને 10 ટકા અનામત આપવાના બંધારણીય સુધારા બાબતે મદ્રાસ હાઈકોર્ટે કેન્દ્ર સરકારને નોટિસ પાઠવી છે.

(ડીએમકે દ્રવિડ મુનેત્ર કષગ્મ) પક્ષના સેક્રેટરી આરએસ ભારતીએ આ અનામત સામે મદ્રાસ હાઈકોર્ટમાં પિટિશન કરેલી છે.

આજે આ પિટિશનની સુનાવણીમાં અદાલતે 18 ફેબ્રુઆરી સુધીમાં જવાબ રજૂ કરવા કેન્દ્ર સરકારને નોટિસ આપી છે.

ગત અઠવાડિયે ડીએમકે એ 10 ટકા અનામતને બંધારણની વિરુદ્ધ ગણાવી પિટિશન કરી હતી.

ઉલ્લેખનીય છે કે ડીએમકે તમિલનાડુની મુખ્ય વિપક્ષ પાર્ટી છે.

(1:33 pm IST)