Gujarati News

Gujarati News

News of Monday, 21st January 2019

અકિલા એટલે કલાકારોનું બીજું ઘર, અકિલા ઇન્ડિયા ઇવેન્ટ્સ પણ એ જ યજ્ઞકાર્ય આગળ ધપાવશે - નિમિષભાઇ

વાચકોએ અનુભવ્યું જ હશે કે, અકિલામાં કળા, કળાકારને ભરપૂર પ્રોત્સાહન મળતું હોય હોય છે. શહેરમાં કોઈપણ મહત્વપૂર્ણ કે નાનો કાર્યક્રમ હોય, તેના કલાકારોને અને કાર્યક્રમોને ઉત્ત્।મ કવરેજ આપવામાં આવે છે. નિમિશભાઈ ગણાત્રા કહે છે કે, ''હવે, અકિલા ઇન્ડિયા ઇવેન્ટ્સ દ્વારા પણ નવા અને પ્રતિભાશાળી કલાકારોને ખૂબ મોટું સ્ટેજ પૂરું પાડવાની અમારી નેમ છે''. તેઓ કહે છે કે, ''આપણે ત્યાં ટેલેન્ટની કમી નથી, પ્લેટફોર્મની અછત રહે છે. ટેલેન્ટેડ કલાકારોને યોગ્ય સ્ટેજ આપવું એ પણ એક પ્રકારનો યજ્ઞ જ ગણાય. અમે આ જ યજ્ઞનો આરંભ કર્યો છે!''

(11:33 am IST)