Gujarati News

Gujarati News

News of Monday, 21st January 2019

ગુજરાત્રી - યુવા વર્ગને ગુજરાતી ભાષા અને અસ્મિતા સાથે જોડવાનું મુખ્ય લક્ષ્ય

અંગ્રેજી માધ્યમના દ્યણાં બાળકોને શાકભાજીના ગુજરાતી નામો પણ આવડતા નથી, એવામાં ગુજરાતી સાહિત્ય અને કળાની તો વાત જ શી કરવી! અકિલા ઇન્ડિયા ઇવેન્ટ્સ - ગુજરાત્રી એવા કાર્યક્રમો આપવા પ્રતિબદ્ઘ છે જેનાંથી ગુજરાતી સાહિત્ય, ભાષા અને કળાને પ્રોત્સાહન મળે સાથેસાથે યુવાવર્ગને આનંદ મળે. આ માટે જ નિમિશભાઈ ગણાત્રાએ ફ્યુઝન, કોકટેલનો વિચાર અમલમાં મુકયો છે. આવું કરવાને કારણે આધુનિક ટેસ્ટ અને પરંપરાગત કળાનું સંતુલન જળવાઈ રહેશે. યુવા પેઢીને અપીલ કરે તેવા પેકેજિંગમાં આપણી પોતીકી કળાનો વારસો પીરસવાની આ પહેલને યુવાવર્ગે અત્યારથી જ હરખભેર આવકારી છે.

(11:32 am IST)