Gujarati News

Gujarati News

News of Monday, 21st January 2019

બનારસમાં ૩ દિવસના પ્રવાસી ભારતીયોના સંમેલનનો પ્રારંભ

૭૫ દેશોના ૩૦૦૦થી વધુ મહેમાનો ભાગ લઈ રહ્યા છેઃ કાલે મોદી આવશે

નવી દિલ્હી, તા. ૨૧ :. બનારસમાં આજથી ૩ દિવસના પ્રવાસી ભારતી સંમેલનનો પ્રારંભ થયો છે. બનારસમાં પહેલીવાર આ પ્રકારનું આયોજન થયુ છે. જેમાં દુનિયાના ૭૫ દેશોના લગભગ ૩૦૦૦ પ્રવાસીઓ જોડાયા છે.

મોરેસીયસ, ત્રિનીદાદ, યુકે, મલેશીયા, જર્મની, ફ્રાન્સ સહિતના દેશોના પ્રવાસીઓ આ સંમેલનમાં ભાગ લઈ રહ્યા છે. આ સંમેલનની થીમ છે નવા ભારતના નિર્માણમાં પ્રવાસી ભારતીયોની ભૂમિકા.

આ પ્રવાસી ભારતીય સંમેલનમાં રાષ્ટ્રપતિ કોવિંદ, પીએમ નરેન્દ્ર મોદી સહિતના નેતાઓ હાજર રહેશે. આવતીકાલે મોદી અને મોરેસીયસના વડાપ્રધાન જગરનાથ સંમેલનને સંબોધન કરશે. આ સંમેલનમાં ભાગ લેવા માટે વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજ પણ અહી આવી પહોંચ્યા છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને વિદેશમંત્રી સુષ્મા સ્વરાજે આ સંમેલન ખુલ્લુ મુકયુ હતું.

આ સંમેલન દરમિયાન લોખંડી સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. પ્રવાસી મહેમાનો ગંગાઘાટની સાથે ગંગા આરતી અને કાશી વિશ્વનાથના દર્શન કરશે. કાલે સાંસદ હેમા માલીની નૃત્ય નાટીકા પ્રસ્તુત કરશે.(૨-૬)

 

(10:21 am IST)