Gujarati News

Gujarati News

News of Monday, 21st January 2019

કોંગ્રેસના બે ધારાસભ્યો વચ્ચે જોરદાર ઝપાઝપી

ઝપાઝપીના અહેવાલને પાર્ટીનો રદિયો

બેંગલોર, તા. ૨૦ : કર્ણાટકમાં કોંગ્રેસ પાર્ટીમાં અસંતોષનું મોજુ ચરમસીમા ઉપર પહોંચી ચુક્યું છે. કોંગ્રેસના ધારાસભ્ય આનંદસિંહ અને જેએન ગણેશ વચ્ચે જોરદાર ઝપાઝપી થઈ છે. બીજી બાજુ પાર્ટીએ આ ઝપાઝપીના અહેવાલને રદિયો આપ્યો છે પરંતુ બંને ધારાસભ્યો વચ્ચે થયેલી મારામારી બાદ ઘાયલ થયેલા અને હોસ્પિટલમાં ભરતી થયેલા ધારાસભ્ય આનંદસિંહે કહ્યું છે કે વાસ્તવિકતા તમામની સામે આવે તે જરૂરી છે. કોંગ્રેસના ધારાસભ્ય આનંદસિં અને જેએન ગણેશની વચ્ચે રિસોર્ટમાં મારામારી થઈ હતી. પાર્ટીના સંકટમોચક અને કેબિનેટ મંત્રી બીકે શિવકુમાર પણ આ મામલે પોતાની પ્રતિક્રિયા આપી ચુક્યા છે. કોંગ્રેસના ડીકે સુરેશે કહ્યું છે કે ધારાસભ્યોની વચ્ચે મારામારીને લઈને તેમની પાસે કોઈપણ પ્રકારના અહેવાલ આવ્યા નથી. છાંતીમાં દુખાવાના પરિણામ સ્વરૂપે આનંદસિં અપોલો હોસ્પિટલમાં દાખલ કરાયા છે. તેમને કોઈ ઈજા થઈ નથી. તેમના માતા-પિતા પણ હોસ્પિટલમાં છે. બાકી તમામ બાબતો અફવા તરીકે છે.

બીજી બાજુ ભાજપના ધારાસભ્ય આર અશોકે કોંગ્રેસી નેતાઓ પર આ મામલાને લઈને લોકોને ગેરમાર્ગે દોરવાનો આક્ષેપ કર્યો છે. લોકોને ભ્રમમાં મુકી રહ્યા છે. કોંગ્રેસના ધારાસભ્યોમાં હાલ અસંતોષ ચરમસીમા ઉપર છે.

 

 

(12:00 am IST)