Gujarati News

Gujarati News

News of Monday, 21st January 2019

કર્ણાટકમાં કોંગ્રેસના બે ધારાસભ્યો વચ્ચે મારામારી :માથામાં બોટલ માર્યાના અહેવાલ

ધારાસભ્ય આનંદસિંહ હોસ્પિટલમાં દાખલ :કોંગ્રેસે કહ્યું છાતીમાં દુખાવાની ફરિયાદ થતા દાખલ કરાયા

બેંગલુરૂ: કર્ણાટકમાં રાજકીય ઉથલપાથલની વચ્ચે કોંગ્રેસના ધારાસભ્ય વચ્ચે મારામારીના હેવાલો આવ્યા છે કોંગ્રેસ ધારાસભ્ય આનંદ સિંહને એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયા બાદ મીડિયા સૂત્રો મુજબ મારામારીના સમાચાર સામે આવ્યા છે

   એવું જણાવાઈ રહ્યું છે કે બેંગલુરૂના ઈગલટન રિસોર્ટમાં રાખવામાં આવેલા કોંગ્રેસના ધારાસભ્યની વચ્ચે મારામારી થઇ હતી. તે દરમિયાન કોંગ્રેસ ધારાસભ્ય આનંદ સિંહ ઇજાગ્રસ્ત થયા છે

  સ્થાનીક મીડિયાના જણાવ્યા મુજબ બેંગલુરૂના રિસોર્ટમાં જેએન ગણેશે આનંદ સિંહના માથા પર બોટલ મારી હતી. જો કે, કોંગ્રેસે આ સમાચારોને નકાર્યા છે. કોંગ્રેસ નેતા ડી.કે સુરેશે કહ્યું કે ધારાસભ્ય આનંદ સિંહ અને જે.એન ગણેશ વચ્ચે મારામારી થઇ નથી. તેમણે કહ્યું કે આનંદ સિંહને છાતીમાં દર્દની ફરિયાદ બાદ હોસ્પિટલમાં દાખલ કરાવવામાં આવ્યા છે.

(10:33 pm IST)