Gujarati News

Gujarati News

News of Monday, 21st January 2019

યુપી-દિલ્હીમાં 22 મહિલા આતંકવાદી ઉતાર્યાના અહેવાલે કુંભમેળામાં સુરક્ષા વધારાઈ

છ મહિલા આતંકવાદીને ટ્રેસ કરાઈ ;પશ્ચિમી યુપીમાં આશરો લીધો છે :પંજાબમાં બે શંકાસ્પદ મહિલાઓની પૂછપરછ

નવી દિલ્હી :યુપી અને દિલ્હીમાં 22 મહિલા આતંકવાદીઓને ઉતારવામાં આવી હોવાની બાતમી સુરક્ષા એજન્સીઓને મળી છે. આ મહિલા આતંકવાદીઓને વિસ્ફોટકોને હેન્ડલ કરવાથી માંડીને હથિયાર ચલાવવાની પણ તાલીમ તેમજ મોબાઈલ પર કોઈ વાત નહીં કરવાની સૂચના અપાઈ છે. જેથી એજન્સીઓ કોલ ટ્રેસ ન કરી શકે

  સૂત્રોનુ કહેવું છે કે આ પૈકીની 6 મહિલા આતંકવાદીઓને ટ્રેસ કરવામાં આવી છે. જેમણે પશ્ચિમી ઉત્તર પ્રદેશમાં આશરો લીધો છે. જ્યારે પંજાબમાંથી બે શંકાસ્પદ મહિલાઓી પૂછપરછ કરવામાં આવી રહી છે. મહિલા આતંકવાદીઓ ઘૂસી હોવાના અહેવાલ બાદ કુંભ મેળામાં પણ સુરક્ષા વધારી દેવામાં આવી છે.

(7:42 pm IST)