Gujarati News

Gujarati News

News of Thursday, 10th June 2021

રીઝર્વ બેંકના ડેપ્યુટી ગવર્નર મહેશકુમાર જૈનનો કાર્યકાળ બે વર્ષ લંબાવાયો

આરબીઆઇ દ્વારા સત્તાવાર જાહેરાત

નવી દિલ્હી તા. ૧૦ : રિઝર્વ બેંકના ડેપ્યુટી ગવર્નર મહેશકુમાર જૈનનો કાર્યકાળ બે વર્ષ માટે લંબાવવામાં આવ્યો છે. તેની જાણકારી ખુદ આરબીઆઈએઆપી છે. મહેશકુમાર જૈનનો ૩ વર્ષનો કાર્યકાળ ૨૧ જૂને સમાપ્ત થતો હતો. મોદી કેબિનેટની એપોઇન્ટમેન્ટ કમિટીએ મંગળવારે ૨૨ જૂનથી ૨ વર્ષ માટે ફરીથી નિમણૂંકને મંજૂરી આપી હતી. આજે આરબીઆઈ તરફથી તેની સત્તાવાર જાહેરાત કરવામાં આવી હતી.જૈનની ફરીથી નિમણૂંક સાથે કેન્દ્રએ વાણિજ્યક બેંકરને આરબીઆઈના ડેપ્યુટી ગવર્નર તરીકે રાખવાની પરંપરા જાળવી રાખી છે. હાલ કેન્દ્રીય બેંકમાં ચાર ડેપ્યુટી ગવર્નર છે. અન્ય ત્રણ ડેપ્યુટી ગવર્નરમાં માઈખલ ડી પાત્રા, એમ રાજેશ્વર રાવ અને ટી શંકર છે. આરબીઆઈમાં ડેપ્યુટી ગવર્નર બનતાં પહેલા મહેશ કુમાર જૈન આઈડીબીઆઈ બેંકમાં મેનેજિંગ ડાયરેકટર અને સીઈઓ રહી ચુકયા છે. મહેશ કુમાર જૈનને મોદી સરકારે ૪ જૂન ૨૦૧૮ના રોજ ત્રણ વર્ષ માટે આરબીઆઈના ડેપ્યુટી ડાયરેકટર તરીકે વરણી કરી હતી.

બેંકિંગમાં ત્રણ દાયકાથી વધારેનો અનુભવ ધરાવતાં જૈન માર્ચ ૨૦૧૭માં આડીબીઆઈ બેંકમાં એમડી બન્યા હતા. મહેશકુમાર જૈન એકિઝમ બેંક, એનઆઈબીએમ અને આઈબીપીએસના બોર્ડમાં રહી ચુકયા છે. એટલું જ નહીં બેકિંગ સેકટરને લઈ બનેલી અનેક કમિટીમાં પણ મહત્વની ભૂમિકામાં રહ્યા છે.

(3:19 pm IST)