Gujarati News

Gujarati News

News of Thursday, 10th June 2021

રસીકરણમાં ઝડપનો મળશે ફાયદો

કોરોનાની ત્રીજી લહેર હશે નાની અને નબળીઃ એક અભ્યાસ

આઇઆઇટીના નિષ્ણાંતો ત્રીજી લહેરનું કરી રહયા છે મોડલીંગ

નવી દિલ્હી, તા.૧૦: કોરોના વાયરસ સંક્રમણની ત્રીજી લહેર અંગે વ્યકત કરાઇ રહેલી તમામ ચિંતાઓ અને આશંકાઓ વચ્ચે રાહતના એક સમાચાર છે. આઇઆઇટીના નિષ્ણાંતોનું કહેવુ છે કે દેશમાં કોરોના સંક્રમણની ત્રીજી લહેર નાની અને નબળી હોઇ શકે છે. નિષ્ણાંતો ત્રીજી લહેરનું મોડલીંગ કરી રહયા છે અને આવતા સપ્તાહે એક વિસ્તૃત રીપોર્ટ જાહેર કરશે.

આઇઆઇટી કાનપુરના પ્રોફેસર મનિન્દર અગ્રવાલે ટવીટ કરીને કહયું કે બ્રિટનમાં નવી લહેર બાબતે ચિંતાઓ વ્યકત કરાઇ રહી હતી પણ સંક્રમણના વલણથી સ્પષ્ટ થાય છે કે તે બહુ મોટુ સ્વરૂપ લે તેવું નથી જણાતુ. મોડેલ સંકેત આપી રહયા છે કે ભવિષ્યમાં પણ તે વધારે વધે તેવા સંકેત નથી દેખાતા. તેમણે પત્રકારોને કહયું કે મોડલના પરિણામોનું વિશ્લેષણ કરીને અંતિમ રૂપ આપવાનું હજુ બાકી છે.

અગ્રવાલે કહયું કે બ્રિટનમાં ચોથી લહેર ના આવવાનું કારણ રસીકરણ હોઇ શકે છે. ભારતમાં પણ રસીકરણમાં ઝડપ આવી રહી છે. તેની અસર દેખાશે. સંક્રમણ ઝડપભેર ઘટી રહયું છે. જો કે તેને પહેલાના સ્તરે આવતા એક મહિનો લાગી શકે છે. ફેબ્રુઆરીમાં કોરોનાના કેસ નવ હજાર જેટલા થઇ ગયા હતા.

(10:59 am IST)