Gujarati News

Gujarati News

News of Thursday, 10th June 2021

યુપી મહિલા આયોગના સભ્યનું વિચિત્ર નિવેદન

છોકરીઓને મોબાઈલ ન આપોઃ વધતા અપરાધનું મોટુ કારણ પણ મોબાઈલ જ છે

અલીગઢ, તા. ૧૦ :. મહિલાઓ વિરૂદ્ધ વધી રહેલા અપરાધ કાયમ મોટી સમસ્યા બનીને રહ્યા છે. આ બાબતે સમાજમાં સતત ચર્ચા થતી હોય છે પરંતુ યુપી રાજ્ય મહિલા આયોગના સભ્ય મીનાકુમારીનું માનવુ છે કે મહિલાઓ વિરૂદ્ધ અપરાધ વધવાનું કારણ તેઓ દ્વારા મોબાઈલ ફોનનો વપરાશ છે.

તેમણે અહી જણાવ્યુ હતુ કે મહિલા પ્રત્યે વધી રહેલા અપરાધ પર સમાજે ગંભીર થવુ પડશે. આવા મામલામાં મોબાઈલ એક મોટી સમસ્યા બનીને આવ્યો છે. છોકરીઓ કલાકો મોબાઈલ પર વાત કરે છે, છોકરાઓ સાથે ઉઠતી-બેસતી હોય છે. તેમણે કહ્યુ હતુ કે છોકરીઓના મોબાઈલ પણ ચેક કરવામા નથી આવતા. ઘરનાને ખબર નથી હોતી અને પછી મોબાઈલ પર વાત કરતા કરતા છોકરા સાથે ભાગી જાય છે.

મીનાકુમારીએ જણાવ્યુ છે કે છોકરીઓને મોબાઈલ આપવા ન જોઈએ અને જો આપો તો તેનુ ચેકીંગ થવુ જોઈએ. આમા માતાની મોટી ભૂમિકા છે અને જો છોકરીઓ આજે બગડી જાય તો તે માટે તેની માતા જ જવાબદાર છે.

(10:19 am IST)