Gujarati News

Gujarati News

News of Monday, 29th June 2020

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી કાલે જનતાને કરશે સંબોધન :સાંજના 4 વાગ્યે વીડિયો મારફત પ્રજાજોગ સંદેશ આપશે

ચીન સાથે સરહદે તણાવ, અનલોક-2 માટે ગાઈડલાઈનની જાહેરાત અને કોરોના મહામારી વચ્ચે સૌ કોઈની પીએમના સંબોધન તરફ મીટ

નવી દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી કાલે જનતાને સંબોધન કરશે ,આવતીકાલે સાંજે 4 વાગ્યે પીએમ મોદી વિડિઓ મારફત પ્રજાજોગ સંદેશ આપશે,ભારત અને ચીન વચ્ચે LAC પર તણાવ અને અનલોક-2 માટે  નવી ગાઈડલાઈન્સ જાહેર કરાઈ છે તેવામાં  વડાપ્રધાન મોદી મંગળવારે સાંજે ૪ કલાકે દેશને સંબોધન કરનાર છે ત્યારે સૌ કોઈની મીટ મંડાઈ છે .

 અત્રે ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન મોદીએ જયારે છેલ્લે દેશને સંબોધન કર્યું હતું ત્યારે ૨૦ લાખ કરોડ રૂપિયાના પેકેજની જાહેરાત કરી હતી. વડાપ્રધાન મોદી જયારે પણ દેશને સંબોધિત કરે છે ત્યારે કઈક નવું લઈને આવે છે, મંગળવારે વડાપ્રધાન મોદી ભારત અને ચીનના તણાવની સાથે સાથે દેશમાં વધી રહેલા કોરોનાના કેસની વચ્ચે દેશને શું મંત્ર આપે છે તે જોવાનું રહ્યું.

(11:00 pm IST)