Gujarati News

Gujarati News

News of Monday, 29th June 2020

ગુડઝ એન્ડ સર્વિસ ટેકસને 'નીલ' ફાઈલ કરવા માટે એસએમએસની સુવિધા ઉપલબ્ધ

નવી દિલ્હીઃ ગુડઝ એન્ડ સર્વિસ ટેકસ (જીએસટી)ને 'નીલ' રીટર્ન ફાઈલ કરનારા કરદાતા જુલાઈના પહેલા અઠવાડીયાથી એસએમએસ દ્વારા માસિક અને ત્રિમાસિક વેચાણ જીએસટીઆર-૧ મોકલી શકશે. કેન્દ્રીય પરોક્ષ ટેકસ તેમજ કસ્ટમ્સ બોર્ડ (સીબીઆઈસી)એ આ વિશે માહિતી આપી હતી. વ્યવસાયના જીએસટી પોર્ટલ પર તમારા જીએસટીઆઈએન એકાઉન્ટમાં લોગ ઈન કરી અને Services>Returns>Track Return Status ઉપર જઈ ફિલ્ડ સ્ટેટમેન્ટ અથવા રીટર્ન એપ્લીકેશનની સ્થિતિના વેરીફીકેશન પર જોઈ શકો છો. એસએમએસ દ્વારા શૂન્ય માસિક જીએસટીઆર-૩બી રિટર્ન ફાઈલ કરવાની સુવિધા ૮ જૂન, ૨૦૨૦થી ઉપલબ્ધ કરાઈ છે. શૂન્ય ફોર્મ જીએસટીઆર-૩બી વાળા કરદાતાઓ વળતર ભરવા માટે એસએમએસ સુવિધાનો ઉપયોગ કરી શકે છે. સીબીઆઈસીએ એક નિવેનદમાં જણાવ્યુ હતુ કે આ પગલાથી ૧૨ લાખથી વધારે નોંધાયેલા કરદાતાઓ માટે જીએસટી પાલનને સરળ બનાવશે. અત્યારે આ કરદાતાઓએ શેર કરેલા પોર્ટલ પર દર મહિને અથવા દર ત્રિમાસિકમાં તેમના ખાતામાં લોગઈન કરવુ પડશે અને ત્યારબાદ વેચાણ વિગતો ફોર્મ 'જીએસટી રીટર્ન-૧' ફાઈલ કરવુ પડશે.

આ રીતે મોકલો એસએમએસ

એસએમએસની સુવિધા શરૂ કરવા માટે ટેકસપેયર્સને NIL<space>R1<space>GSTIN  number<space>Tax period (in MMYYYY) ના ક્રમમાં મેસેજ લખી ૧૪૪૦૯ ઉપ એસએમએસ મોકલવાનો હોય છે.

કોડના કન્ફર્મ થવા પર રિટર્ન ફાઈલ થઈ જશે અને કરદાતાઓને એસએમએસના માધ્યમથી રીસીવીંગ મળી શકે છે.

તમામ સ્પેપ્સને પૂરા કર્યા બાદ ટેકસપેયર જીએટીઆર-૩બી ફોર્મમાં તેમનુ શૂન્ય રિટર્ન ભરી શકીએ છે.(પીટીઆઈ-ભાષાથી ઈનપુટ)

(5:55 pm IST)