Gujarati News

Gujarati News

News of Monday, 29th June 2020

હિન્દુ રીતિ રિવાજ મૂજબ લગ્ન પછી મહિલા જો સિંદુર-શેખ પહેરવાનો ઇન્કાર કરે તો ચાર્થ છે તેને લગ્ન આસ્વીકાર્ય છે. : હાઇકોર્ટ

નવી દિલ્હી : ગુવાહાટી હાઇકોર્ટે કહ્યું છે કે હિન્દુ રીતિ રિવાજ અનુસાર લગ્ન પછી મહિલા જો સિંદુર અને શંખ પહેરવાનો ઇન્કાર કરે તો તેનો અર્થ છે કે તેને લગ્ન અસ્વીકાર્ય છેઃ એક શખ્સના છુટાછેડાની અરજી વખતે કોર્ટે આવું કહ્યું હતું જસ્ટીશ અજય લાંબા અને જસ્ટીસ સુમિત્રા સાઇકીયાની બેંચે કહ્યું છે કે એવી સ્થિતિમાં પતિ દ્વારા પત્નીને વૈવાહિક જીવન ચાલુ રાખવા માટે મજબુર કરવી એ શોષણ ગણાશે ફેમિલી કોર્ટે પહેલા છુટાછેડા માટે પતિની અરજી ફગાવી દીધી હતીઃ કોર્ટે બાદમાં માન્યું કે પતિએ નીચલી કોર્ટમાં આરોપ મુકયો હતો. કે, પત્નીએ શંખ-સિંદુરનો ઇન્કાર કર્યો છેઃ કોર્ટે ફેંસલો આપ્યો કે હિન્દુ વિવાહની પ્રથા હેઠળ એક મહિલા જે હિન્દુ રીતી-રિવાજ મુજબ લગ્નમાં સામેલ થઇ હોય અને તેણે તેના સાક્ષ્યમાં પ્રતિવાદી દ્વારા ઇન્કાર ન કર્યો હોય તેણે શંખ અને સિંદુર પહેરાવની ના પાડી હોય તો અપીલ કર્તા સાથે વિવાહને સ્વીકાર કરવાનો ઇન્કારનો સંકેત માનવામાં આવશે.

(3:55 pm IST)