Gujarati News

Gujarati News

News of Monday, 29th June 2020

કોંગ્રેસનો આરોપ- PM CARES ફંડમાં ચીનની કંપનીઓએ આપ્યું ડોનેશન

PM ચીનની આક્રમકતા વિરુદ્ઘ દેશની સુરક્ષા કેવી રીતે કરશે? : ચીન પાસેથી ફંડ લેવા મામલે ભાજપ-કોંગ્રેસ વચ્ચે ઘમાસાણઃ વડાપ્રધાન મોદીને વિવાદાસ્પદ કંપની તરફથી ૭ કરોડ મળ્યા

નવી દિલ્હી, તા.૨૯: ચીની કંપનીઓ પાસેથી ફંડ લેવાના મુદ્દે સત્ત્।ાધીશ ભાજપ અને વિપક્ષ કોંગ્રેસ વચ્ચે રાજકીય ઘમાસાણ યથાવત છે. ભાજપ અને કોંગ્રેસ એકબીજા પર આરોપ-પ્રત્યારોપ કરી રહ્યાં છે, ત્યારે હવે કોંગ્રેસ તરફથી PM CARES ફંડ ઉપર પ્રશ્ન ઉઠાવવામાં આવ્યા છે.

કોંગ્રેસના વરિષ્ઠ પ્રવકતા અભિષેક મનુ સિંદ્યવીએ જણાવ્યું કે, 'ચીન સાથે દુશ્મની છતાં PM CARES ફંડમાં વડાપ્રધાન મોદીને ચીની પૈસા કેમ મળ્યાં છે? શું વડાપ્રધાનને વિવાદાસ્પદ કંપની હુવાવે પાસેથી ૭ કરોડ રૂપિયા મળ્યા છે? શું હુવાવેના ચીનની પીપલ્સ લિબરેશન આર્મી સાથે સીધો સબંધ છે? શું ચીનની કંપની ટીકટોકએ વિવાદાસ્પદ PM કેયર્સ ફંડમાં ૩૦ કરોડ રૂપિયા ડોનેટ કર્યા છે?'

કોંગ્રેસે એ પણ પૂછ્યું છે કે, 'શું Paytm, કે જેની ૩૮ ટકા ભાગીદારી ચીનની છે, તેણે ૧૦૦ કરોડ રૂપિયા, Oppoહ્ય્ ૧ કરોડ રૂપિયા ફંડમાં આપ્યા છે. સિંદ્યવીએ પૂછ્યું કે, શું વડાપ્રધાન મોદીએ PMNRFમાં પ્રાપ્ત દાનને વિવાદાસ્પદ PM-CARES ફંડમાં ડાયવર્ટ કરી દીધુ છે અને કેટલા કરોડ રૂપિયાની રકમ ડાયવર્ટ કરવામાં આવી છે?'

સિંઘવીએ વધુમાં જણાવ્યું કે, રિપોર્ટ દર્શાવે છે કે, ૨૦ મે ૨૦૨૦ સુધી ફંડને ૯૬૭૮ કરોડ રૂપિયા મળ્યા છે. ચોંકાવનારી વાત છે કે, ચીની સેનાએ આપણા વિસ્તારોમાં ઘુસણખોરી કરી લીધી છે, પરંતુ વડાપ્રધાને ચીની કંપનીઓ પાસેથી ફંડમાં રૂપિયા લીધા છે.

કોંગ્રેસ પ્રવકતાએ પૂછ્યું કે, જો ભારતના વડાપ્રધાન વિવાદાસ્પદ અને અપારદર્શી ફંડમાં ચીની કંપનીઓ પાસેથી સેંકડો કરોડ રૂપિયાનું દાન સ્વીકાર કરીને પોતાની સ્થિતિથી સમજૂતિ કરશે, તો તેઓ ચીનની આક્રમકતા વિરુદ્ઘ દેશની સુરક્ષા કેવી રીતે કરશે? કોંગ્રેસ પાર્ટી દેશહિતમાં સવાલો પૂછતી રહેશે.

(3:53 pm IST)