Gujarati News

Gujarati News

News of Monday, 29th June 2020

આવક વેરામાં ટ્રાવેલીંગ એલાઉન્સની છુટની માંગણી કરી શકે છે કર્મચારી : સીબીડીટી

નવી દિલ્હી,તા.૨૯ : સરકારે નવકર વ્યવસ્થા હેઠળ કર્મચારીઓને નિયોકતા પાસેથી મળતું ટ્રાવેલીંગ એલાઉન્સ ઉપર આવકવેરામાં છુટનો દાવો કરવાની સુવિધા આપી દીધી છે. કેન્દ્રીય પ્રત્યક્ષ કર બોર્ડ (સીબીડીટીએ) આના માટે આવકવેરા નિયમોમાં ફેરફાર કર્યા છે. સીડીબીટીએ દ્વારા કરવામાં આવેલ ફેરફાર પછી હવે કર્મચારી અમુક ચોક્કસ કેસમાં આવકવેરામાં છુટનો દાવો કરી શકે છે.

આ ખાસ કેસમાં પ્રવાસ અથવા બદલીના કેસમાં આવવા જવાના ખર્ચ માટે ચુકાવાયેલ ભથ્થું, પોતાના કાર્યસ્થળ થી દુર રહેવાની પરિસ્થિતીમાં કર્મચારીને પોતાનો દૈનિક ખર્ચ પુરો કરવા માટે અપાતું ભથ્થું વગેરે સામેલ છે. આ ઉપરાંત જો નિયોકતા મફત આવવા જવાની સગવડ ન આપતા હોય તો રોજ કામના સ્થળે આવવા જવાના ખર્ચ માટે આપવામાં આવતા ભથ્થા પર પણ આવકવેરામાં છુટનો દાવો કરી શકાય છે.

સીબીડીટીએ પણ સ્પષ્ટ કર્યુ કે અનુલાભનું મુલ્ય નક્કી કરતી વખતે નિયોકતા દ્વારા પેઇડ વાઉચરના માધ્યમથી મફત ભોજન અને બિનમાદક પદાર્થોમાં કોઇ છુટ નહીં મળે. આ ઉપરાંત, નેત્રહીન, મુકબધિર અથવા અસ્થિવિષયક દિવ્યાંગ કર્મચારી ૩૨૦૦ રૂપિયા પ્રતિમાસ પરિવહન ભથ્થામાં છૂટનો દાવો કરી શકે છે.

(3:01 pm IST)