Gujarati News

Gujarati News

News of Monday, 29th June 2020

ગિલ્ગીટ-બાલ્ટીસ્તાન પર પાકિસ્તાનનો નવો દાવઃ ચુંટણીની કરી જાહેરાત

ઈસ્લામાબાદ, તા.૨૯: પાકિસ્તાન સરકારે ગીલ્ગીટ-બાલ્ટીસ્તાન (જી બી)માં ચુંટણીની જાહેરાત કરી દીધી છે. ત્યાં ૧૮ ઓગષ્ટે ચુંટણી થશે. સરકારે પાકિસ્તાનની સુપ્રિમ કોર્ટ દ્વારા આ વિસ્તાર ચુંટણી કરવાની પરવાનગી મળ્યા પછી આ જાહેરાત કરી છે. જો કે ભારતે આ બાબતે કડક વિરોધ નોંધાવ્યો છે.

પાકિસ્તાનના રાષ્ટ્રપતિ ભવન તરફથી અપાયેલ સ્ટેટમેન્ટ અનુસાર, જીબી ચુંટણીપંચ ૧૮ ઓગષ્ટે ૨૪ મત વિસ્તારોમાં ચૂંટણી કરાવશે. ભારતે ગયા મહિને દિલ્હીમાં એક કોર્ટના નિર્ણય સામે કડક વિરોધ નોંધાવ્યો હતો. ભારતે પાકિસ્તાનને સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતુ કે જમ્મુ કાશ્મીર અને લદાખમાં ગિલ્ગીટ-બાલ્ટીસ્તાનના વિસ્તારો પણ સામેલ છે. તે ભારતના અભિન્ન ભાગ છે.

(2:59 pm IST)