Gujarati News

Gujarati News

News of Monday, 29th June 2020

ભારતમાં તિડનું બ્રિડીંગ શરૃઃ ઇંડામાંથી હોપર બહાર આવ્યા

યુએન દ્વારા ૬ દેશોમાં ૪ અઠવાડીયાનું હાઇએલર્ટ જાહેર

જોધપુરઃ તિડે ભારત અને પાકિસ્તાનમાં ઉનાળુ બ્રિડીંગ શરૂ કરી દીધા છે. રાજસ્થાનમાં ૧૫ થી ૨૦ જુને ગુલાબી તિડ સાથે આવેલ પીળી તીડોએ બીકાનેર, જોધપુરના ઓસીયા અને બાડમેરના એડવામાં તીડોએ રેતાળ જમીન નીચે ઇંડા મુકયા છે. કચ્છના રણથી લાગતા પાકિસ્તાનના દક્ષીણ સિંઘમાં સ્થિત નાગાપારકર ક્ષેત્રમાં પણ તિડના ઇંડા મળી આવેલ. બે-ત્રણ દિવસ પહેલા જ તેમાંથી બચ્ચા નીકળયા છે. હોપર બેન્ડને કાબુ કરવા સર્વે કરાઇ રહયો છે.

 જાણકારોના કહેવા મુજબ રાજસ્થાન સાથેની પાકિસ્તાનની સીમામાં થારની રેતાળ જમીનમાં તિડના ઇંડા દેતા તારની નીચેથી ભારતમાં પ્રવેશ કરશે. હોપરને પાંખ નથી હોતી. તે ઢસડાઇને ચાલે છે.

બીજી તરફ યુનાઇટેડ નેશનના ખાદ્ય અને કૃષી સંગઠને બુલેટીન જાહેર કરી ભારત, પાકિસ્તાન, સુડાન, દક્ષિણ સુડાન, સામોલીયા અને ઇથોપીયામાં આવતા ૪ અઠવાડીયા માટે હાઇએલર્ટ જાહેર કર્યું છે. આ બધા દેશોમાં તિડ ઇંડા આપવા તૈયાર છે અને ૧૦-૧૫ દિવસમાં તાકતવર ગુલાબી તિડના ઝુંડ સામે આવશે.

(2:58 pm IST)