Gujarati News

Gujarati News

News of Monday, 29th June 2020

ચીની સૈનિકોના ટેન્ટમાં આગ ભભુકતા હિંસક ઝપાઝપી : આખરે ઘાટીમાં આખરે શું બન્યું હતું ? કેન્દ્રીય મંત્રીએ કર્યો મોટો ખુલાસો

15-જૂનની અંધારી રાત્રે ગલવાન ઘાટીમાં શું થયું હતું? : કેવી રીતે ભારતીય સૈનિકો ચીન પર હાવી થઈ ગયા?

નવી દિલ્હી: પૂર્વ લદ્દાખની ગલવાન ઘાટીમાં 15 જૂને થયેલી ભારત અને ચીનના સૈનિકો વચ્ચેની હિંસક અથડામણને લઈને કેન્દ્રીય મંત્રી અને પૂર્વ સેનાધ્યક્ષ જનર વીકે સિંહે મોટો ખુલાસો કર્યો છે. પૂર્વ આર્મી ચીફે કેવી રીતે ગલવાનમાં ઝડપ થઈ? ચીને ચાલબાજી કરી, પરંતુ તેનો દાવ ઉલ્ટો પડી ગયો હોવાનો સહિત ચોંકાવનારા ખુલાસા કર્યા છે. ભારત અને ચીનના સૈનિકો વચ્ચે આ અથડામણે ચીની સૈનિકોના ટેન્ટમાં આગ લાગવાના કારણે થઈ હોવાનું તેમણે જણાવ્યું છે.

 કેન્દ્રીય મંત્રી જનરલ વીકે સિંહે જણાવ્યું કે, “ભારત અને ચીન વચ્ચે જે વાતચીત થઈ હતી. તેમાં સરહદ નજીક બન્ને દેશોના સૈનિકો પરત ફરશે અને ત્યાં કોઈ હાજર નહીં રહે, તેવો નિર્ણય લેવાયો હતો. જ્યારે 15 જૂને ભારતીય સેનાના કમાન્ડિંગ ઓફિસર અન્ય સૈનિકો સાથે સાંજે ચીની સૈનિકો પરત ફર્યાં છે કે કેમ? તે જોવા ગયા ત્યારે જાણ થઈ કે, તેઓ ત્યાં જ હતા. જે બાદ ત્યાં તંબુ જોઈને બન્ને દેશોના સૈનિકો આમને-સામને આવી ગયા હતા.

 ચીની સૈનિકો તંબૂ હટાવવા લાગ્યા ત્યારે તેમાં આગ લાગી ગઈ. જો કે તંબુમાં શું છુપાવવામાં આવ્યું હતું તેની જાણ નથી થઈ. આ બાબતે બન્ને દેશોના સૈનિકો વચ્ચે હિંસક ઝડપ થઈ હતી. આ અથડામણ દરમિયાન આપણા લોકો ચીની સૈનિકો પર હાવી થઈ ગયા. જેથી ચીને પોતાના વધારે સૈનિકોને બોલાવ્યા, તો આપણા સૈનિકોએ પણ વધારે લોકોને બોલાવ્યા. અંધારી રાત્રે 500થી 600 લોકો વચ્ચે હિંસક અથડામણ થઈ હતી.

 ચીન પર પ્રહાર કરતાં કેન્દ્રીય મંત્રી વીકે સિંહે જણાવ્યું કે, “ચીન ક્યારેય નહીં બતાવે તેમના કેટલા સૈનિકો માર્યા ગયા. જે પ્રકારે આપણા લોકોએ ચીની સૈનિકોને જવાબ આપ્યો હતો. તેનાથી લાગે છે કે, શરૂઆતમાં જે 40થી વધુ ચીની સૈનિકોના મોતના સમાચાર મળ્યા હતા, તે સાચા હતા.

(1:35 pm IST)