Gujarati News

Gujarati News

News of Monday, 29th June 2020

બ્રિટનના લેસ્ટરમાં પ્રથમ વખત લોકલ લોકડાઉન ?

આરોગ્ય સચિવ મેટ હેન્કોકે આપેલ નિર્દેશઃ ફુડ પ્રોડકશન પ્લાન્ટમાં કોરોના વિસ્ફોટ અને ''ટેક અવે'' રેસ્ટોરન્ટમાં મોટી સંખ્યામાં લોકો એકત્ર થતા હોય કોરોના ઝડપથી પ્રસર્યોઃ બ્રિટનના ૭ ફુડ પ્રોસેસીંગ પ્લાન્ટમાં કોરોના વાયરસ પ્રસર્યોઃ લેસ્ટરની મોટા પ્રમાણમાં રહેલ એશીયન પ્રજામાં આ મહામારી પ્રસરી રહી છે

લંડનઃ સીનીયર સરકારી સુત્રો અનુસાર, થોડા દિવસોથી લેસ્ટર (લીસેસ્ટર) માં કોરોનાના કેસો વધી રહયા હોવાના કારણે સરકાર ત્યાં  પહેલીવાર લોકડાઉન લાદવાની તૈયારી કરી રહી છે. લેસ્ટર (લીસેસ્ટર)માં ૧૬ જુનથી શરૂ થયેલ પખવાડીયામાં કોરોનાના ૬૫૮ કેસ આવતા લોકડાઉન માટે જરૂરી કાયદાઓનો અભ્યાસ આરોગ્ય સચિવ મેટ હેન્કોક કરી રહયાનું સન્ડે ટાઇમ્સમાં પ્રથમ વખત પ્રસિધ્ધ થયું છે.

હેન્કોકની નજીકના એક સુત્રએ કહયું કે તે બહુ વ્યથીત છે. અને વધી રહેલા કેસોને નિયંત્રણમાં લાવવા માટે લોકલ લોકડાઉન સહિતના અન્ય વિકલ્પો ચકાસી રહયા છે. કોરોનાના નવા કેસો ફુડ પ્રોડકશન પ્લાન્ટ અને રેસ્ટોરન્ટની બહાર થતી ભીડના કારણે થવાનું મનાય રહયું છે. આ ઉપરાંત શહેરની મોટાભાગની એશિયન વસ્તી જયાં ઘરોમાં એક સાથે એકથી વધારે પેઢીઓ રહેતી હોય છે. ત્યાં જોવા મળી રહયો છે.

આરોગ્ય વિભાગના અનુસાર છેલ્લા સપ્તાહમાં દેશના ૭ ફુડ પ્રોસેસીંગ યુનિટોમાં કોરોના વાયરસના કેસ મળી આવ્યા છે. ગઇકાલે બ્રિટનની સૌથી મોટી સેન્ડવીચ કંપની સામવર્થ બ્રધર્સે સ્વીકાયુંર્ કે લેસ્ટર ખાતેની તેની ફેકટરીના કેટલાક કર્મચારીઓ કોરોનાની ઝપટમાં આવી ગયા છે. ''ટેકઅવે'' રેસ્ટોરન્ટ બહાર મોટી સંખ્યામાં લોકો એકત્ર થતા હોવાથી અને ફુડ પ્રોડકશન પ્લાન્ટમાં કોરોના પ્રસરવાને લીધે કોરોના કેસોમાં ઉછાળો આવ્યો છે.

અત્યાર સુધીમાં વૈયકિતક હોસ્પિટલો અને જનરલ પ્રેકટીશનર (જીપી સર્જરી)ના કલીનીકો કે જયાં કોરોના ફાટી નીકળેલ છે ત્યા ંલોકડાઉન કરાયાનું સન્ડે ટાઇમ્સના ડેપ્યુટી પોલીટીકલ એડીટર કેરોલીન વ્હીલર પોતાના હેવાલમાં નોંધે છે. પણ સ્થિતિ તેથી વધુ ગંભીર છે.

લેસ્ટર (leicester)ના મેયર સર પીટર સોલ્સબીને સુપ્રત હેવાલમાં સ્થિતિ વધુ ગંભીર દર્શાવાઇ છે.

ફ્રાન્સ, જર્મની અને અમેરીકા જેવી જ રીતે ફુડ પ્રોસેસીંગ પ્લાન્ટમાં કોરોના ફાટી નીકળ્યો છે તેના ઉપર સત્તાધીશો ચાંપતી નજર રાખી રહયા છે.

જર્મનીમાં ગયા અઠવાડીયે ઉત્તર રહાઇન- વેસ્ટ ફાલીયાના રાજયમાં બે જીલ્લામાં ૫ લાખ લોકો માટે ફરી લોકડાઉન લાદી દીધેલ જયાં આવેલ એક ''મીટ પેકીંગ પ્લાન્ટ''ના ૧૫૦૦ કર્મચારીને કોરોના પોઝીટીવ આવેલ.

અમેરીકામાં ૨૫ હજાર જેટલા મીટ (માંસ) અને પોલ્ટ્રી કામદારોને કોરોના વળગ્યો છે. જેમાંથી ૯૩ના મોત થયા છે.

ફુડ ઇન્ડસ્ટ્રીઝના કામદારો બંધીયાર અને ઠંડા ઇન્ડોર વાતાવરણમાં કામ કરે છે જે આ વાયરસના ફેલાવા માટે પરફેકટ વાતાવરણ ગણાવાય છે.

(12:43 pm IST)