Gujarati News

Gujarati News

News of Monday, 29th June 2020

આસામમાં ભારે વરસાદને કારણે પુરનું સંકટ: 23 જિલ્લાના 9 લાખથી વધુ લોકોને અસર

પૂરના કારણે લોકોના પાકને પણ વ્યાપક જ નુકશાન: 30 હજાર લોકોને શેલ્ટર હોમમાં શિફ્ટ કરાયા

ગુવાહાટી: આસામમાં ભારે વરસાદના કારણે પૂરનો ખતરો વધી ગયો છે. જેનાથી રાજ્યના લગભગ 23 જિલ્લા પ્રભાવિત છે. આસામ ડિઝાસ્ટર મેનેજમેન્ટ મુજબ, રાજ્યના 23 જિલ્લાના લગભગ 9,26,059 લોકો પ્રભાવિત થયા છે.

રાજ્યના પ્રભાવિત જિલ્લાઓમાં ધેમાજી, લખીમપુર, બિશ્વનાથ, ઉદલપુર, દર્રાંગ, નાલબારી, બારપેટા, બોગાંઈગાંવ, કોકરાઝાર, ધુબરી, દક્ષિણ સલમારા, ગોલપારા, કામરૂપ, મોરીગાંવ, હોજાઈ, નાગાંવ, નાગાલોન, નૌગાંવા, માજુલી, શિવસાગર, ડિબ્રૂગઢ, તિનસુકિયાનો સમાવેશ થાય છે.

આસામની બ્રહ્મપુત્રમાં પણ પાણી સતત વધતા ખતરાના નિશાન પર પહોંચી ગયું છે. રાજ્ય સરકારની ચિંતાને જોતા ગૃહમંત્રી અમિત શાહે મુખ્યમંત્રી સર્બાનંદ સોનવાલ અને સ્વાસ્થ્ય મંત્રી હેમંત બિસ્વા શર્મા સાથે વાત કરી સ્થિતિની જાણકારી મેળવી હતી.

 

ગૃહમંત્રીએ ટ્વીટ કરી જણાવ્યુ કે, આસામના મુખ્યમંત્રી સર્બાનંદ સોનવાલ અને હેમંત બિસ્વા શર્મા સાથે વાત કરી. તેમને બ્રહ્મપુત્ર નદી અને ગુવાહાટીમાં ભૂસ્ખલન વિશે જાણકારી લીધી. દરેક સંભવ મદદનું આશ્વસન આપ્યુ.

પૂરના કારણે લોકોના પાકને પણ વ્યાપક જ નુકશાન થયુ છે. રાજ્ય સરકારે લોકોને શેલ્ટર હોમમાં પણ શિફ્ટ કર્યા છે. જે વિસ્તારોમાં પૂરનો સૌથી વધુ ખતરો છે, ત્યાંના લોકોને શેલ્ટર હોમમાં શિફ્ટ કરી દેવામાં આવ્યા છે. લગભગ 30 હજાર લોકોને શેલ્ટર હોમમાં શિફ્ટ કરવામાં આવ્યા છે.

(11:58 am IST)