Gujarati News

Gujarati News

News of Monday, 29th June 2020

પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં વધારો યથાવત :ડીઝલ 13 પૈસા મોંઘુ અને પેટ્રોલની કિંમતોમાં લીટરે 5 પૈસાનો વધારો ઝીકાયો

નવી દિલ્હી: દેશમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં વધારો યથાવત છે. જો કે આ મહિને સતત 21 દિવસો સુધી કિંમતમાં સતત વધારા બાદ ગઈકાલે રવિવારે પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં કોઈ વધારો થયો નહતો, પરંતુ આજે ફરીથી બન્નેની કિંમતોમાં વધારો કરવામાં આવ્યો છે. જેમાં ડીઝલ 13 પૈસા મોંઘુ અને પેટ્રોલની કિંમતોમાં 5 પૈસાનો વધારો કરવામાં આવ્યો છે.

સરકારી ઓઈલ કંપનીઓએ આ મહિને સતત 21 દિવસો સુધી પેટ્રોલ-ડીઝલની કિંમતોમાં વધારો ઝીંક્યા બાદ રવિવારે ભાવ વધારો કર્યો નહતો. જો કે આજે સોમવારે ફરીથી ભાવ વધારો કરવામાં આવ્યો છે.

દિલ્હીમાં પેટ્રોલની કિંમત ગઈકાલના 80.38 રૂપિયામાં 4 પૈસા વધીને 80.43 રૂપિયા પર પહોંચી ગઈ છે. ડીઝલની કિંમત ણ 13 પૈસાના ઉછાળા સાથે 80.53 રૂપિયાએ પહોંચી ગઈ છે. ગઈકાલે ડીઝલનો ભાવ 80.40 રૂપિયા પ્રતિ લીટર હતો. છેલ્લા કેટકાલ દિવસોથી દિલ્હી દેશનું પ્રથમ શહેર બન્યું છે, જ્યા પેટ્રોલ કરતાં ડીઝલ મોંઘુ થયું હતું.

આંતરરાષ્ટ્રીય માર્કેટમાં ક્રૂડ ઓઈલની કિંમતો સ્થિર રહી છે, પરંતુ ઘરેલુ બજારમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતો વધી રહી છે. હાલ ઈન્ડિયન બાસ્કેટ ક્રૂડ ઓઈલની કિંમત 42 ડૉલર પ્રતિ બેરલની આસપાસ છે, પરંતુ પેટ્રોલ-ડીઝલની કિંમતો આ મહિને સતત વધતી જોવા મળી છે. જેના પગલે છેલ્લા 23 દિવસોમાં જ ડિઝલની કિંમતમાં 11.23 રૂપિયા પ્રતિ લીટરનો વધારો થયો છે. જ્યારે પેટ્રોલના ભાવ પર 9.17 રૂપિયા જેટલા વધ્યા છે. દેશના ટોપ શહેરોમાં આજે પેટ્રોલ અને ડીઝલની શું છે કિંમત જાણો

ક્રમ શહેરનું નામ પેટ્રોલ/ પ્રતિ લીટર ડીઝલ/પ્રતિ લીટર
1 દિલ્હી 80.43 80.53
2 મુંબઈ 87.19 78.83
3 ચેન્નઈ 83.63 77.72
4 કોલકત્તા 82.1 75.64
5 બેંગલુરૂ 83.04 76.58
(11:57 am IST)