Gujarati News

Gujarati News

News of Monday, 29th June 2020

કોરોના સંક્રમણના ૩ નવા લક્ષણ સામે આવ્યા, ઉબકા આવે તો પણ કરાવો COVID-19 ટેસ્ટ

ચેતજો! નાકમાંથી પાણી વહેવું, ઉબકા આવવા અને ડાયરિયા પણ કોરોનાના લક્ષણ હોઈ શકે છે

નવી દિલ્હી,તા.૨૯ : દેશમાં કોરોના વાયરસ (coronavirus)નું સંક્રમણ ખૂબ ઝડપથી વધી રહ્યું છે. કોવિડ-૧૯ (COVID-19) ના નવા કેસ રોજેરોજ નવા રેકોર્ડ તોડી રહ્યા છે. ભારતમાં અત્યાર સુધીમાં ૫.૨૮ લાખથી વધુ લોકો કોરોના સંક્રમિત છે. આ દરમિયાન કોરોનાના નવા લક્ષણો (Corona symptoms)એ આરોગ્ય વિભાગની મુશ્કેલીઓ વધારી દીધી અત્યાર સુધી એવું માનવામાં આવતું હતું કે તાવ આવવો, શ્વાસ લેવામાં તકલીફ પડવી, ઉધરસ આવવી અને થાક જેવા શારીરિક ફેરફાર જ કોરોનાના લક્ષણ છે. આ તકલીફોમાંથી પસાર થનાર લોકોને તાત્કાલિક કોરોનાની તપાસ કરાવવાની સલાહ આપવામાં આવતી હતી. પરંતુ અમેરિકાની મેડિકલ સંસ્થા સેન્ટર ફોર ડિસીઝ કન્ટ્રોલ એન્ડ પ્રીવેન્શને કોરોનાના ત્રણ નવા લક્ષણ જણાવ્યા છે જે ચોમાસામાં ભારત માટે હંમેશાથી ચિંતાનો વિષય રહ્યા છે. અમેરિકાની મેડિકલ સંસ્થા સેન્ટર ફોર ડિસીઝ કન્ટ્રોલ એન્ડ પ્રીવેન્શનના જણાવ્યા મુજબ, કોરોનાના લક્ષણો ઉપરાંત નાકમાંથી પાણી વહેવું, ઉબકા આવવા અને ડાયરિયા પણ કોરોનાના લક્ષણ હોઈ શકે છે. આવા લક્ષણ દેનાકમાંથી પાણી વહેવાની સાથે બેચેની રહેવી - CDC મુજબ, પહેલા નાક વહેવાને કોરોનાના લક્ષણોમાં સામેલ નહોતો કરવામાં આવ્યું. પરંતુ હાલમાં કોરોના દર્દીઓના લક્ષણોથી જાણવા મળ્યું છે કે જો કોઈને નાક વહેવાની સાથે બેચેનીની ફરિયાદ છે તો પણ કોરોના સંક્રમિત હોઈ શકે છે. ભલે તેને તાવ ન આવ્યો હોય.

અસામાન્ય રીતે ઉબકા આવવા - CDC  એજણાવ્યું કે, હવે ઉબકા આવવાની બાબતને પણ ગંભીરતાથી લેવી પડશે. CDC મુજબ જો કોઈને અસામાન્ય રીતે વારંવાર ઉબકા આવી રહ્યા છે તો તે ખતરનાક હોઈ શકે છે. આવા વ્યકિતને તાત્કાલિક આઇસોલેટ કરી દેવા જોઈએ. ચોમાસાના બદલતા હવામાનથી અનેક લોકોને ઉબકા આવવા સામાન્ય વાત રહી છે પરંતુ કોરોના મહામારીના આ સમયમાં તેને સામાન્ય માની ન શકાય. આવી સ્થિતિમાં તાત્કાલિક કોરોનાની તપાસ કરાવવી જોઈએ.

(11:28 am IST)