Gujarati News

Gujarati News

News of Monday, 29th June 2020

આસામમાં પૂરનું સંકટઃ ૨૩ જિલ્લા પ્રભાવિત, ૧૮ ના મોતઃ ખેતીવાડી બરબાદ

નવી દિલ્હી, તા.૨૯: આસમમાં ૨૩ જિલ્લાઓ પૂરથી પ્રભાવિત થયા છે અને કુલ મૃત્યુઆંક ૧૮ ઉપર પહોંચ્યો છે. આ સિવાય અસમના ૯.૩ લાખ લોકો હજુપણ પૂરથી પ્રભાવિત છે. એએસડીએમએ ના સૂત્રો ના જણાવ્યા મુજબ ઘેમાજી, લખીમપુર, બિશ્વનાખ, ઉદલગુરી, દર્રાંગ, નાલબારી, બારપેટા, બોંગાઈગામ, કોકરાઝાર, ધુબરી, દક્ષિણ સલમારા, ગોલપારા, કામરૂપ, મોરીગામ, હોજઈ, નાગાવ, નાગાલોન, નૌગાંવ, માજુલી, શિવસાગર, ડિબ્રૂગઢ, તિનસુકિયા અને પશ્યિમ કાર્બી આંગલોંગ જિલ્લાની ૯ લાખથી વધુ વસ્તી પુર થી પ્રભાવિત થઈ છે. પૂરની સૌથી વધુ અસર બારપેટા જિલ્લામાં થઈ છે. અહીં ૧.૩૫ લાખ વસ્તી પ્રભાવિત છે. દ્યેમાજીમાં ૧ લાખ, નાલબારીમાં ૯૬ હજારથી વધુ લોકો પ્રભાવિત થયા છે. ૨૪ કલાકમાં એસડીઆરએફ, જિલ્લા પ્રશાસન સહિત તમામ એજન્સીઓએ સયુંકત અભિયાન ચલાવી ૫ જિલ્લામાં ૯૩૦૩ લોકોને બચાવી લેવાયા છે. પૂર ને કારણે કુલ ૨૦૭૧ ગામ પ્રભાવિત થયા છે અને ૬૮ હજાર હેકટરથી વધુ ખેતીમાં નુકશાન થયું છે.તંત્ર દ્વારા ૧૨ જિલ્લામાં ૧૯૩ રિલિફ કેમ્પ અને ડિસ્ટ્રીબ્યૂશન સેન્ટર તૈયાર કરાયા છે.

૨૭ હજારથી વધારે લોકો શેલ્ટર હોમમાં રખાયા છે. બ્રહ્મપુત્ર નદીનું સ્તર વધતા ટેંશન ઉભું થયું છે.

(11:22 am IST)