Gujarati News

Gujarati News

News of Monday, 29th June 2020

છત્તીસગઢના કોરબામાં માનવતા શર્મસાર: હોસ્પિટલમાં શંકાસ્પદ કોરોના મહિલા પર બળાત્કારનો પ્રયાસ: હોબાળો

આરોપી પીડિતાને ઇન્જેક્શન આપ્યા બાદ તેનો રેપ કરવાની કોશિશ કરવા લાગ્યો

છત્તીસગઢના કોરબામાં માનવતાને શર્મસાર કરી નાખે તેવો મામલો સામે આવ્યો છે. અહીં ક્વોરેન્ટાઇન સેન્ટરથી ઇલાજ માટે જિલ્લા હોસ્પિટલે લાવવામાં આવેલ કોરોના સંદિગ્ધ મહિલા પર રેપની કોશિશ કરવામાં આવી હતી

જણાવવામાં આવી રહ્યું છે કે આરોપી પીડિતાને ઇન્જેક્શન આપ્યા બાદ તેનો રેપ કરવાની કોશિશ કરવા લાગ્યો. ત્યાં સુધીમાં હોશમાં રહેલી મહિલાએ હલ્લો મચાવી દીધો.હતો 

(12:00 am IST)