Gujarati News

Gujarati News

News of Monday, 29th June 2020

હોમ ક્વોરન્ટાઈનમાં પૂર્વ વિપક્ષી નેતા શંકરસિંહ વાઘેલા ની તબિયત લથડતા હૉસ્પિટલમાં

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પૂછ્યા ખબર અંતર : પૂર્વ વિપક્ષી નેતા શંકરસિંહ વાઘેલા તબિયત વધારે લથડતા તેમને શહેરની સ્ટર્લિંગ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા

અમદાવાદ, તા. ૨૮ : રાજ્યમાં દિવસે દિવસે કોરોના બેકાબૂ બની રહ્યો છે ત્યારે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને પૂર્વ વિપક્ષના નેતા એવા શંકરસિંહ વાઘેલાનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો. કોરોના પોઝિટિવ હોવાની જાણ થતાં શંકરસિંહ બાપુ તાત્કાલિક ધોરણે હોમ ક્વૉરન્ટાઈન થઈ ગયા હતા. પુરંતુ તેમની તબિયત વધારે લથડતા તેમને શહેરની ર્સ્ટલિંગ હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં છે. ત્યારે આજે સવારે દેશનાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બાપુનાં ખબરઅંતર પૂછવા માટે ટેલિફોનિક વાતચીત કરી હતી. મળતી માહિતી પ્રમાણે, ટેલિફોનિક વાતચીતમાં પીએમ મોદીએ તેમની તબિયતની ચિંતા કરી હતી અને તમામ પ્રકારની મદદની વ્યવસ્થાની ખાતરી આપી હતી. નોંધનીય છે કે, ૮૦ વર્ષના શંકરસિંહ વાઘેલાને છેલ્લા ત્રણ-ચાર દિવસોથી શરીરમાં તાવ અને અશક્તિ રહેતી હતી. એટલુ જ નહીં, ગળામાં બળતરા અને કફ પણ હતો તેથી તેમણે ખાનગી લેબોરેટરીમાં કોરોનાનો રીપોર્ટ કરાવવા માટે સેમ્પલ આપ્યા હતા.

               જે આજે પોઝિટિવ આવ્યા હતા. ખાનગી લેબોરેટરીએ ગાંધીનગર જિલ્લા આરોગ્ય તંત્રને જાણ કરતા સ્થાનિક ડોક્ટર સહિત આરોગ્યની ટીમ ગાંધીનગર નજીક આવેલા બાપુના વસંત વગડે પહોંચી ગઈ હતી અને ત્યાં આરોગ્યલક્ષી કામગીરી આરંભી હતી. તેમનો રિપોર્ટ પોઝિટિવ આવતા તેઓ હોમ ક્વૉરન્ટાઈન થયા હતા. થોડા દિવસ પૂર્વે તેમણે પ્રેસ કોન્ફરન્સ કરી હતી. આથી તેમના સંપર્કમાં આવેલા આગેવાનો, પત્રકારો તેમજ શંકરસિંહ વાઘેલાની નજીકના લોકોની તપાસ થઈ છે. ઉલ્લેખનીય છે કે, શંકરસિંહ વાઘેલા સોમવારે દ્ગઝ્રઁ સાથે છેડો ફાડયો હતો અને પ્રજા શક્તિ મોરચોની સ્થાપના કરી છે.

(12:00 am IST)