Gujarati News

Gujarati News

News of Friday, 22nd May 2020

ઘાયલ પિતાને સાઈકલમાં બેસાડી 1200 કિમીની સફર ખેડનારી જ્યોતિના ઈવાંકા ટ્રમ્પે કર્યાં વખાણ

સહનશક્તિ અને પ્રેમની આ વીરગાથાએ ભારતીય લોકો નું ધ્યાન ખેંચ્યું

 

નવી દિલ્હી : લોકડાઉનમાં ગુરુગ્રામથી પિતાને સાઈકલમાં બેસાડીને દરભંગા પહોંચેલી જ્યોતિની દેશભરમાં ચર્ચા થઈ રહી છે. અમેરીકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રી ઈવાંકા ટ્રમ્પે ટ્વીટ કરી જ્યોતિના વખાણ કર્યાં છે.

ઈવાંકાએ ટ્વીટ કરીને કહ્યું કે, 15 વર્ષની જ્યોતિ કુમારીએ પોતાના ઘાયલ પિતાને સાઈકલમાં સાત દિવસમાં 1200 કિમીનું અંતરકાપીને પોતાના ગામ લઈ ગઈ. સહનશક્તિ અને પ્રેમની વીરગાથાએ ભારતીય લોકો અને સાઈકલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયાનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું છે.

જ્યોતિ પોતાના પિતાને સાઈકલ પર બેસાડીને લગભગ 1200 કિમીથી વધારેનું અંતર 7 દિવસમાં ખેડી ગુરુગ્રામથી બિહારના દરભંગા પહોંચી હતી. જ્યોતિ દરરોજનું 100 થી 150 કિમી સાઈકલિંગ કરી સફર ખેડ્યું

જ્યોતિના પિતા ગુરુગ્રામમાં રિક્ષા ચલાવતા હતા અને તેઓ દુર્ઘટનો શિકાર બન્યા બાદ તે પોતાની માતા અને જીજા સાથે ગુરુગ્રામ આવી હતી અને પિતાની સારસંભાળ માટે ત્યાં રોકાઈ ગઈ. વચ્ચે કોરોના વાઈરસના લીધે લોકડાઉનની જાહેર થયું અને જ્યોતિના પિતાનું કામ ઠપ્પ થઈ ગયું. એવામાં જ્યોતિએ પિતાની સાથે સાઈકલ પર ગામ પરત આવવાનો નિર્ણય કર્યો.

બાદ હવે ભારતીય સાઈકલિંગ મહાસંઘે કહ્યું કે, જ્યોતિને ટ્રાયલની તક આપીશું. ભારતીય સાઈકલિંગ મહાસંઘના નિદેશક વીએન સિંહે કહ્યું કે, મહાસંઘ તેને ટ્રાયલની તક આપવામાં આવશે અને જો તે માપદંડો પર ખરી ઉતરી તો તેને ખાસ તાલીમ અને કોચિંગ આપવામાં આવશે.

(11:07 pm IST)