Gujarati News

Gujarati News

News of Friday, 22nd May 2020

મહારાષ્ટ્રમાં 24 કલાકમાં 2940 પોઝિટિવ કેસ : વધુ 63 લોકોના મોત : મૃત્યુઆંક 1517 થયો

કુલ કેસની સંખ્યા 44582 થઈ: પોલીસના 1666 જવાન પણ કોરોનાની ઝપેટમાં

મુંબઈ : મહારાષ્ટ્રમાં છેલ્લાં 24 કલાકમાં સૌથી વધારે કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. મહારાષ્ટ્રમાં એક જ દિવસમાં 2940 નવા કેસ સામે આવ્યા છે. આ એક દિવસમાં અત્યાર સુધીમાં નોંધાયેલા કેસની સંખ્યામાં સૌથી વધારે છે. રાજ્યમાં કોરોના વાઈરસના કુલ કેસની સંખ્યા 44582 થઈ ગઈ છે. રાજ્યમાં કોરોના વોરિયર્સ જેવા કે પોલીસ જવાન, હેલ્થ કર્મચારીઓ પણ કોરોનાની ઝપેટમાં આવી રહ્યાં છે અને તે ચિંતાનો વિષય છે

રાજ્યમાં છેલ્લાં 24 કલાકમાં કોરોનાના લીધે 63 લોકોના જીવ ગયા છે. આમ રાજ્યમાં અત્યારસુધીમાં કુલ 1517 લોકોએ કોરોનાના લીધે જીવ ગુમાવ્યો છે. મહારાષ્ટ્ર પોલીસ 1666 જવાન પણ કોરોનાની ઝપેટમાં આવ્યા છે. કોરોનાના લીધે 18 પોલીસકર્મીના મોત થયા છે. મહારાષ્ટ્રમાં કુલ કોરોનાના 33277 ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજ્યમાં અત્યારસુધીમાં 12583 લોકોએ કોરોનાની સામે જંગ જીત્યો છે. જ્યારે 30474 એક્ટિવ કેસ છે અને તેઓ સારવાર લઈ રહ્યાં છે.

(11:01 pm IST)