Gujarati News

Gujarati News

News of Friday, 22nd May 2020

રશિયા : કેસોની સંખ્યા વધી ૩૨૬૪૪૮ ઉપર પહોંચી

રશિયામાં ૨૪ કલાકમાં ૮૮૯૪ નવા કેસ નોંધાયા : મોતનો આંકડો વધીને ૩૨૪૯ ઉપર પહોંચ્યો : રશિયામાં એક્ટિવ કેસની સંખ્યા ૨૨૩૩૭૪ પર પહોંચી : અહેવાલ

મોસ્કો,તા.૨૨ : કોરોનાના કારણે રશિયાની પણ હાલત કફોડી બનેલી છે. રશિયામાં છેલ્લા ૨૪ કલાકમાં ૮૮૯૪થી વધુ નવા કેસ નોંધાયા છે અને કેસોની સંખ્યા વધીને ૩૨૬૪૪૮ સુધી પહોંચી ગઇ છે. કેસોની સાથે સાથે મોતનો આંકડો પણ સતત વધી રહ્યો છે. રશિયામાં મોતનો આંકડો વધીને ૩૨૪૯ સુધી પહોંચી ગયો છે. એક્ટિવ કેસોની વાત કરવામાં આવે તો રશિયામાં આંકડો ૩૨૬૪૪૮ પર પહોંચી ગયો છે જ્યારે રિકવર લોકોની સંખ્યા ૯૯૮૨૫ પહોંચી ગઈ છે. અન્ય દેશોની જેમ રશિયામાં પણ સ્થિતિ વધુ કફોડી બનેલી છે. રશિયામાં પણ કેસોની સંખ્યામાં સતત વધારો થઇ રહ્યો છે. દુનિયાના સમગ્ર દેશોમાં આ આતંક યથાવતરીતે જારી રહ્યો છે અને સતત વધી પણ રહ્યો છે. રશિયન તંત્ર કોરોનાને રોકવામાં બિલકુલ નિષ્ફળ સાબિત થઇ રહ્યું છે. રશિયામાં ૩૨૪૯ લોકોના કોરોના કારણે મોત થઇ ચુક્યા છે. રશિયામાં પણ હાહાકાર મચેલો છે. રશિયામાં કેસો બે લાખથી પણ ઉપર નોંધાઈ ચુક્યા છે.

             વિવિધ પગલાઓ લેવામાં આવ્યા હોવા છતાં કેસોમાં ઉત્તરોત્તર વધારો નોંધાઈ રહ્યો છે. રશિયામાં પણ કોરોના વાયરસના કેસોની સંખ્યામાં અવિરત વધારો થઇ રહ્યો છે. રશિયા કેસોની દ્રષ્ટીએ હવે સ્પેન કરતા આગળ નિકળી બીજા ક્રમાંક પર છે. વિશ્વભરમાં કોરોના વાયરસનો આતંક યથાવતરીતે જારી રહ્યો છે. રશિયાની વાત કરવામાં આવે તો અમેરિકા બાદ બીજા નંબર રશિયા રહેલું છે. ૩૦મી જાન્યુઆરીના દિવસે પ્રથમ કેસ નોંધાયા બાદથી હજુ સુધી સ્પેનમાં કેસોની સંખ્યા અવિરત વિશ્વમાં લાખો લોકોને સકંજામાં લઇ ચુકેલા કોરોના વાયરસના કારણે રશિયામાં હાલત અતિ ખરાબ થઇ ચુકી છે. આનો અર્થ એ થયો કે કે કોરોના ફેલાવાની ગતિ સ્પેનમાં હાલમાં સૌથી વધુ જોવા મળી રહી છે. મોત અને કેસોની સંખ્યા ચિંતાજનકરીતે વધી રહી છે. સ્થિતી હાલમાં બેકાબુ બનેલી છે. દુનિયાના દેશોમાં લોકડાઉનના નિયમો હાલમાં અમલી છે. કોરોનાના સકંજાથી બચી શક્યા નથી.

(8:30 pm IST)