Gujarati News

Gujarati News

News of Friday, 22nd May 2020

કોરોનામાંથી માંડ માંડ બહાર આવી રહેલ ઇટલીએ ભીલવાડાથી યાર્ન મંગાવવાનું કર્યું શરૂ

દોઢ મહિનામાં ૩૦૦ કરોડની નિકાસ : ભીલવાડાના નિકાસ એકમોમાં ઉત્પાદને ગતિ પકડી

ભીલવાડા તા. ૨૨ : કોરોના સંકટમાંથી બહાર આવેલ ચીન અને ઇટલીમાં ઔદ્યોગિક ઉત્પાદન શરૂ થવાથી આ કાપડનગરીના ઉદ્યોગકારોના ચહેરા ખીલી ઉઠયા છે. છેલ્લા એક અઠવાડિયામાં ૧૫ કન્ટેનર યાર્ન ઇટલી ગયું તેના સહિત દોઢ મહિનામાં લગભગ ૩૦૦ કરોડ રૂપિયાનું યાર્ન ઇટલી અને અન્ય દેશોમાં નિકાસ થયું. જોકે તે સરેરાશ કરતા અડધું છે. વિભન્ન દેશોમાં માંગ વધવાથી સ્પિનીંગ મીલોને રાહત મળશે.

અહીંથી યાર્ન તુર્કી, બાંગ્લાદેશ, હોંગકોંગ, ઇજીપ્ત અને દક્ષિણ આફ્રીકા જેવા દેશોમાં પણ ગયા છે. એક કન્ટેનરમાં લગભગ ૨૦ ટન યાર્ન હોય છે જેની કિંમત ઓછામાં ઓછી ૫૦ લાખ હોય છે.

લોકડાઉનમાં છૂટ પછી મુખ્યપણે રંજન, સંગમ, મનોમય, બીએસએલ વગેરે કંપનીઓ કાપડ નિકાસ કરી રહી છે. આ કપડા બાંગ્લાદેશ, ઇન્ડોનેશીયા તથા વિયેતનામ ઉપરાંત દક્ષિણ કોરીયા, સુદાન, યમન, કોંગો જાય છે. અત્યાર સુધીમાં વીવીંગ ઉદ્યોગમાં લગભગ પાંચ હજાર મજૂરોકામ કરવા લાગ્યા છે.

બે મહિનાથી બંધ કાપડ ઉદ્યોગ ૫ હજાર કરોડનું નુકસાન ભોગવી ચૂકયો છે. નિકાસની શ્રૃંખલા વ્યવસ્થિત કરવામાં ૩ થી ૪ મહીના લાગશે.

(2:59 pm IST)