Gujarati News

Gujarati News

News of Friday, 22nd May 2020

તમાકુમાંથી કોરોનાની રસી બની !

વેકસીનના પ્રિ-કિલનિકલ ટ્રાયલના પરિણામ અસરકારક રહ્યા : બ્રિટીશ - અમેરિકન ટોબેકો કંપનીનો દાવો : તમાકુના પાનથી કોરોના વાયરસ દૂર રહ્યા! : વેકસીનને ઠંડા વાતાવરણની જરૂર પણ નથી : સીંગલ ડોઝ પણ ઇમ્યુનિટી સિસ્ટમ વધારે છે : માણસ પર ટ્રાયલની મંજૂરી મંગાઇ

નવી દિલ્હી તા. ૨૨ : કોરોના વાયરસ સંક્રમણના આંકડા સતત વધી રહ્યાં છે. આ મહામારીએ અત્યાર સુધીમાં લાખો લોકોના જીવ લીધા છે. દુનિયા કોરોના માટેની રસીની આતુરતાપૂર્વક રાહ જોઈ રહી છે. પરંતુ હજુ સુધી વૈજ્ઞાનિકોને સફળતા મળી નથી. દુનિયાભરના મેડિકલ એકસપર્ટ કોરોનાની રસી તૈયાર કરવામાં લાગ્યા છે. આ બધા વચ્ચે બ્રિટિશ અમેરિકન કંપનીએ તમાકુથી કોરોના વાયરસની રસી તૈયાર કરવાનો દાવો કર્યો છે.ઙ્ગ

વિશ્વની બીજી સૌથી મોટી તમાકુ કંપની બ્રિટિશ અમેરિકન ટોબેકોનો દાવો છે કે તેણે તમાકુના છોડમાંથી કોરોનાની રસી તૈયાર કરી લીધી છે. કંપનીના જણાવ્યાં મુજબ આ વેકિસનમાં ઉપયોગમાં ઙ્ગલેવામાં આવેલા તત્વ તમાકુના છોડમાંથી લેવાયા છે. વેકિસન બનાવવા માટે કોરોના વાયરસનો એક હિસ્સો કૃત્રિમ રીતે તૈયાર કરવામાં આવ્યો. ત્યારબાદ તેને તમાકુના પાંદડા પર છોડવામાં આવ્યો જેથી કરીને તેની સંખ્યા વધી શકે. પરંતુ જયારે આ પાંદડા કાપવામાં આવ્યાં તો તેમા વાયરસ જોવા મળ્યો નહીં.ઙ્ગ

તમાકુના પાંદડામાંથી રસી તૈયાર કરનારી કંપનીનું કહેવું માનીએ તો રસી બનાવવાની આ રીત ફકત ઝડપી જ નહીં પરંતુ સંપૂર્ણ રીતે સુરક્ષિત છે. એટલું જ નહીં તેને ઠંડા તાપમાનમાં સ્ટોર કરવાની જરૂર પણ પડતી નથી. તેને સામાન્ય તાપમાનમાં પણ રાખી શકાય છે. તેના સિંગલ ડોઝ જ ઈમ્યુન સિસ્ટમ માટે અસરકારક સાબિત થશે.

(2:55 pm IST)