Gujarati News

Gujarati News

News of Friday, 22nd May 2020

અમારા વિશેષ આર્થીક ક્ષેત્રમાં ઈરાની જહાજોનું સ્વાગતઃ વેનેઝુએલા અમારા ઓઈલ ટેન્કરો અમેરિકા અટકાવશે તો જોયા જેવીઃ ઈરાનની ચેતવણી

ઈરાન- અમેરિકા વિવાદમાં વેનેઝુએલા કુદયુ

નવીદિલ્હીઃ બે દિવસ પહેલા ઈરાને અમેરિકાને જે ચેતવણી આપેલ તેનાથી સ્થિતિ બગડતી નજરે આવે છે. આ મામલામાં વેનેઝુએલાના કુદયા બાદ યુધ્ધની સ્થિતિ બની ગઈ છે. વેનેઝુએલાએ ઈરાનની મદદ કરવાની જાહેરાત કરતાની સાથે જ અમેરિકો નેવીએ ઈરાની જહાજો ઉપર કાર્યવાહી કરવાની તૈયારી શરૂ કરી છે. વેનેઝુએલાના રાષ્ટ્રપતિ નિકોલસ અમેરિકાના કટ્ટર વિરોધી અને ઈરાનના નજીકના માનવામાં આવે છે.

વેનેઝુએલા વિશ્વનો સૌથી મોટો તેલ ભંડારનો દેશ છે. પણ અમેરિકા સાથે તણાવથી છેલ્લા બે દાયકાઓથી આર્થીક સંકટમાંથી પસાર થઈ રહ્યો છે. વેનેઝુએલાના કહેવાથી ઈરાનના પાંચ ઓઈલ ટેન્કર ૧.૫ મિલયન બેરલ લઈને રવાના થયા છે. જો કે અમેરિકી નેવીના મોટા જહાજો કેરેબીયન સમુદ્રમાં માદક પદાર્થોની તસ્કરી રોકવા પેટ્રોલીંગમાં છે. ત્યારે ઈરાને અમેરિકાને પોતાના જહાજો રોકાશે તો જવાબી કાર્યવાહી કરવાની ચેતવણી પણ ઉચ્ચારી છે. જો કે અમેરિકા દ્વારા ઈરાની જહાજને રોકવા અંગે કશું કહેવામાં આવ્યું નથી. ઉપરાંત ઈરાને સિરીયા અને ખાડી દેશોમાં રહેતા અમેરિકનોને પણ પરિણામ ભોગવવાની ગર્ભીત ચિમકી પણ અગાઉ આપેલ.

(2:55 pm IST)