Gujarati News

Gujarati News

News of Friday, 22nd May 2020

માયાવતીનું 'બસ પોલિટિકસ'માં બીજેપીને સમર્થન

યુપીના રાજકારણમાં નવા સંકેત

લખનૌ તા. ૨૨ : ઉત્તર પ્રદેશમાં કોંગ્રેસ અને યોગી સરકાર વચ્ચે 'બસ પોલિટિકસ' મામલો શાંત પડી રહેલો જોવા મળી રહ્યો છે ત્યારે જ રાજસ્થાન સરકારે યુપી સરકારને બસોનું બિલ મોકલાવતા ફરી આ મામલો ગરમાયો છે. ૩૬ લાખના આ બિલ પર હવે રાજયમાં રાજકીય માહોલ ગરમી થઇ રહ્યો છે. જેમાં ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને બહુજન સમાજ પાર્ટીના અધ્યક્ષ માયાવતી ભાજપના સમર્થનમાં આવ્યાં છે. માયાવતીએ ટવિટ કરી કોંગ્રેસ પર આ મુદ્દાને લઇને નિશાન તાકયું છે.

બસપા અધ્યક્ષ માયાવતીએ રાજસ્થાન પર ધૃણાસ્પદ રાજકારણ કરવાનો આરોપ લગાવ્યો છે. માયાવતીએ ટવિટ કરી કહ્યું કે રાજસ્થાનની કોંગ્રેસ સરકાર દ્વારા કોટાથી અંદાજે ૧૨૦૦૦ યુવક-યુવતીઓને ઘરે મોકલવાના ખર્ચ તરીકે યુપી સરકારને ૩૬.૩૬ લાખ રૂપિયા વધુ આપવાની માંગ કરી છે જે તેમની કંગાળ અને અમાનવીયતાને પ્રદર્શન કરે છે. બે પાડોશી રાજયો વચ્ચે આવી ગેરવર્તૂણક રાજનીતિ ઘણી દુઃખદ છે.

માયાવતીએ કહ્યું કે રાજસ્થાન સરકાર એક તરફ કોટાથી યુપી વિદ્યાર્થીઓને પોતાની બસમાં પરત કરવાને લઇને મનમાની રીતે ભાડુ વસુલ કરી રહી છે. જયારે બીજી તરફ હવે પ્રવાસી શ્રમિકોને યુપીમાં તેમના ઘરે મોકલવા માટે બસોની વાત કરી રહી છે.

(3:00 pm IST)